તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 25th November 2025
મહુવા (તલગાજરડા) રાજકોટ દ્વારકા બસ મુસાફરો માટે જોખમી
મુસાફર હિતરક્ષક સમિતિની રાજકોટ ડેપો અને ભાવનગર વિભાગીય નિયામકને રજૂઆત

રાજકોટ, તા. રપઃ ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પ્રવીણભાઈ લાખાણીની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાતમાં નવી બસોના લોકાર્પણ કાર્યક્રમો અને કરોડો રૂપિયાની બસો દરેક ડિવિઝનમાં ફાળવવામાં આવી હોવા છતાં ભંગાર અને ઓવરએજ થઈ ગયેલી ખખડધજ બસો ચલાવવાનું એસ.ટી.નું તંત્ર બંધ કરે આ પ્રકારની બસો મુસાફરો માટે મોતની લટકતી તલવાર સમાન છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર વિઝીટ કરતા આ પ્રકારની એક તલગાજરડા (મહુવા) રાજકોટ દ્વારકા રૂટ ની બસ નંબર GJ-18-Z 6938 (મહુવા ડેપો) રાજકોટ મા દ્વારકાના પ્લેટફોર્મ પર રહેલી બસમાં ફ્રન્ટલ સ્ક્રીન ગ્લાસ તૂટેલી હાલતમાં અને ન ગણી શકાય એટલે તિરાડો હતી. આ અંગે બસપોર્ટ પર રહેલા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ નું ધ્યાન દોરી ફરિયાદ બુક માંગવામાં આવેલ.
આશ્ચર્ય ની બાબત તો એ છે કે રાજકોટ ડેપોમાં અવર જવર કરતી તમામ બસોની નોંધ રાજકોટ ટ્રાફિક કંટ્રોલમાં કરવાની હોય છે. પરંતુ આ બસ કેટલા વાગે ઉપડે એ બાબતને પૂછપરછ કરતા ટ્રાફિક કંટ્રોલરમાં બસ નોંધવામાં જ આવી નહોતી. તમામ ફરિયાદો ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એ કરી અને ભાવનગર ડિવિઝન ના વિભાગીય નિયામક શ્રીને વોટ્સએપ થી ફરિયાદો મોકલી અને ટેલીફોનિક વાતચીત કરતા તેઓનું હકારાત્મક વલણ રહ્યું હતું અને તાત્કાલિક બસનો કાચ બદલવા અંગે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
