<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને પીએસઆઈ જે.જી. રાજને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા

આ વર્ષે ગુજરાતભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર (IPS) તથા નેત્રમ ના પીએસઆઇ જે.જી.રાજ ને ઉત્તમ કામગીરી, અસરકારક  કાયદો-વ્યવસ્થા જાળવવામાં મેળવેલી સફળતા બદલ પ્રતિષ્ઠિત DGP's Commendation Disc-2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાતભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ SP સાગર બાગમાર અને નેત્રમ ના પીએસઆઇ જે.જી.રાજ નો ગૌરવપૂર્ણ સમાવેશ થયો છે. 25 નવેમ્બરના ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહ મધ્યે તેમને સન્માનિત કરાયા હતા.
SP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ક્રાઇમ કંટ્રોલ, ટેકનોલોજી આધારિત તપાસ, જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેના માન્ય સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.નેત્રમ શાખા સીસીટીવી ના ઉપયોગથી સૌથી વધુ અને ગંભીર ગુનાઓ ના ડિટેકશન અને ઝડપી ગુનાશોધન  તથા આરોપીઓની માહિતી એકત્ર કરવા બાબતેનું તથા ગુજરાત રાજ્યમાં નેત્રમની સૌથી વધુ ઉત્કૃષ્ટ કામગીરી, કુશળ નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા બાબત નો એવોર્ડ પીએસઆઇ જે.જી.રાજ ને એનાયત કરવામાં આવ્યો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(8:08 PM IST)