<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

અમરેલીના બગસરામાં સિંહણે બાળકને ફાડી ખાધું :વન વિભાગ દ્વારા સિંહણને પકડવાની કવાયત શરૂ

બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમતુ હતુ ત્યારે સિંહણ ઉઠાવી ગઈ

અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામે એક અત્યંત કરુણ ઘટના બની છે, જ્યાં શ્રમિક પરિવારના એક બાળકને સિંહણે ફાડી ખાધું છે. બાળક વાડીમાં રમી રહ્યું હતું ત્યારે સિંહણ તેને ઉઠાવી ગઈ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ વન વિભાગે આ સિંહણને પકડી પાડવા માટે તાત્કાલિક ધોરણે કવાયત શરૂ કરી દીધી છે.

(8:42 PM IST)