<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ભુજના અજરામર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામતા ગૌવંશ સેવાધામને અનુદાન અપાયું

જીવદયા સંકુલના ગૌ શેડ યોજનામાં માતુશ્રી રૂક્ષ્મણીબેન હરીલાલ નીશરની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે અજરામર સંપ્રદાયના પૂ. સાધ્વીશ્રી મહીમાજી મ.સ. ની પ્રેરણાથી મૂળ ગાગોદર વાગડ હાલ દહિસર મુંબઈ સ્થિત પરિવાર દ્વારા અનુદાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ :  શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રખડતા ભટકતા ગૌવંશ માટે ભુજ તાલુકાના ભારાપર સીમ વિસ્તારમાં વાંકી તિર્થ રોડ પર ગૌવંશ ધામનું નિર્માણ થઈ રહ્યું છે.

      આ આશ્રય સ્થાનમાં જીવદયા સંકુલના ગૌ શેડ યોજનામાં માતુશ્રી રૂક્ષ્મણીબેન હરીલાલ નીશરની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે અજરામર સંપ્રદાયના પૂ. સાધ્વીશ્રી મહીમાજી મ.સ. ની પ્રેરણાથી મૂળ ગાગોદર વાગડ હાલ દહિસર મુંબઈ સ્થિત તેમના પરિવાર દ્વારા રૂ.૫૪૦૦૦/  (ચોપન હજાર રૂ.)નું અનુદાન અપાયું છે.

     ગૌવંશ સેવા ધામ નિર્માણ અંગેના નવતર અભિગમ વિષે જાણી સંસ્થાને આર્થિક રીતે સહભાગી થવા બદલ નીશર પરિવારના નરેશભાઈ પ્રત્યે સંસ્થાના ટ્રસ્ટી મંડળે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

  રખડતા ભટકતા ગૌવંશના સેવા કાર્યમાં સહભાગી થવા ઈચ્છુક જીવદયાપ્રેમીઓને મોબ.૯૮૨૫૭૭૭૪૬૪ પર સંપર્ક કરવા સ્થાપક ટ્રસ્ટી મયુર બોરીચાની યાદીમાં જણાવાયું છે.

(9:29 AM IST)