<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી ઘટીઃ ભારે ઝાકળવર્ષાઃ ગિરનાર ઉપર ૯ ડીગ્રી

આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચે પણ ઝાકળથી ટાઢોડુઃ બપોરના સમયે ગરમીની વધુ અસર

 

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. અને ભારે ઝાકળવર્ષા થઇ છે. આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો છે. પરંતુ ઝાકળના કારણે ટાઢોડુ યથાવત છે.

જો કે બપોરના સમયે ગરમીની વધુ અસર રહે છે. જેના કારણે મિશ્ર ઋતુનો અહેસાસ થાય છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૯ ડીગ્રી, કચ્‍છના નલીયામાં ૧ર, રાજકોટ અને જામનગરમાં ૧પ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. સોરઠમાં ઠંડી યથાવત રહેતા આજે સવારે ગિરનાર પર્વત પર ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં કાતિલ ઠંડી અનુભવાય હતી.

ગઈકાલે ગિરનાર પર્વત પર ૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પણ ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તાપમાનનો પારો એકંદરે સ્‍થિર રહેતા ગિરનાર વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢ શહેરમાં ૧૪ ડિગ્રી તાપમાન વચ્‍ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૮ ટકા એ પહોંચી જતા ઠંડીની તીવ્રતા વધી હતી. ઠંડી યથાવત રહેવાની સાથે સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૮ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-૧૫, મહત્તમ તાપમાન-૩૦, ભેજનું પ્રમાણ ૬૮%, પવનની ગતિ કિ.મી. રહી  છે.

વાંકાનેર

 (મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તાજેતરમાં ઇથોપિયા સ્‍થિત જવાળામુખીના ફાટવાની ઘટના બાદ સલ્‍ફર ડાયોકસાઇડ સહિત રસાયણો અને રાખના વાદળો આકાશમાં ઉંચાઇએ પોહંચી પવનના વેગ ને સથવારે ભારતના દિલ્‍હી, ઉતરના રાજયો અને ગુજરાત પરથી પણ પસાર થયા હતા.

વાંકાનેરમાં આજ સવારે ધુંધળુ આકાશ અને પ્રથમ ધુમ્‍મસ જોવા મળ્‍યુ હોઇ, ઇથોપિયાના જવાળામુખીના વાળદોની ર્સ્‍મૃતિ તાઝી કરાવે એ સ્‍વાભાવિક  છે.  જવાળામુખીના વાદો-રાખ તો આભમાં ખુબ ઉંચેના સ્‍તરે હોઇ, હાલ ગુજરાતમાં ઠંડીની વધ-ઘટ એ ‘સેન્‍યાર' વાવાઝોડું બનનાર સિસ્‍ટમને આભારી હોઇ, તેના કારણે વાતાવરણ પલ્‍ટા આવતા રહેશે.

ભાવગનર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ગોહિલવાડ પંથકમાં આજે બુધવારે લઘુતમ તાપમાન ૧૯.૦ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રામણ ૭૬ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૮ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. સવારે શહેરમાં ધુમ્‍મસ જોવા મળ્‍યું હતું. (પ-૯)

કયાં કેટલી ઠંડી

શહેર                લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત       ૯.૦ ડીગ્રી

અમદાવાદ   ૧૮.૩ ડીગ્રી

બરોડા        ૧૯.૮ ડીગ્રી

ભાવનગર    ૧૯.૦ ડીગ્રી

ભુજ          ૧પ.૪ ડીગ્રી

દમણ        ર૧.૮ ડીગ્રી

ડીસા         ૧૬.૪ ડીગ્રી

દીવ          ૧૭.૦ ડીગ્રી

દ્વારકા        ૧૯.૪ ડીગ્રી

ગાંધીનગર   ૧૬.૦ ડીગ્રી

કંડલા        ૧૭.ર ડીગ્રી

નલિયા              ૧ર.૦ ડીગ્રી

ઓખા        રર.૦ ડીગ્રી

પોરબંદર             ૧૬.૪ ડીગ્રી

રાજકોટ              ૧પ.૦ ડીગ્રી

સુરત         ર૦.ર ડીગ્રી

વેરાવળ              ૧૯.૭ ડીગ્રી

જામનગર  ૧પ.૦ ડીગ્રી

(10:57 AM IST)