જામનગર શહેરમાં સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ કામગીરી કરતી જામનગર જીલ્લા પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓએ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ, મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના કરેલ હોય, જેથી તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગુતિનગર, ગણપતનગર, વુલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તારમા સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન નીચેની મુજબ કામગીરી કરવામા આવેલ છે.
સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ કામગીરીઃ (૧) પ્રોહીબીશન કેસ---૩૫ (ર) હથિયારધારા ના કેસો(જી.પી.એકટ-૧૩૫) કેસ-૦૬ (૩) મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક- ૬૩ (૪) માથાભારે ઇસમો ચેક-૧૨ (પ) અસામાજીક ઇસમો ચેક-૦૭ (૬) ટપોરી ઇસમ ચેક-૦૪ (૭) પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-૩૨ (૮) જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-૧૪ (૧૦) અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-૦૪ (૧૧) વાહન ચેક-૧૭૮ (૧૨)હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-૧૯ કરાયા છે.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટે પો.ઇન્સ. એન.એ.ચાવડા, સીટી બી ડીવી પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એસ.ઓ.જી પો.સબ ઇન્સ શ્રી તથા એલ.સી.બી. /એસ.ઓ.જી સ્ટાફ તથા ડોગસ્કોડ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-૦૬,પો.સબ ઇન્સ-૧૫,આશરે ૧૫૦ પોલીસ સ્ટાફ. ડોગસ્કોડ દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
