તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
ચોટીલાના જીવપારમાં વિપુલ સાકરીયા પર પાડોશીનો લાકડીથી હુમલો
છોકરાઓની તકરારનો ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૬: ચોટીલાના જીવાપર ગામે રહેતાં અને રાજકોટ બેડી યાર્ડમાં મજૂરી કરતાં વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયા (ઉ.વ.૪૦) સાંજે પોતાના ઘર પાસે હતાં ત્યારે પડોશમાં રહેતાં શખ્સે ઝઘડો કરી લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં નાની મોલડી પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
વિપુલભાઇએ જણાવ્યું હતું કે મારો દસ વર્ષનો દિકરો અને પડોશમાં રહેતાં મુસ્લિમ પરિવારનો દિકરો રમતાં રમતાં ઝઘડો કરી બેઠા હતાં. આ પછી હું ઘરે હતો ત્યારે પડોશી કે જેનું નામ મને આવડતું નથી તેણે છોકરાના ઝઘડા બાબતે મારી સાથે માથાકુટ કરી બેફામ ભુંડી ગાળો દેતાં તેને મેં ગાળો બોલવાની ના પાડતાં ઢીકાપાટુ મારી લાકડીથી માર માર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
