News of Wednesday, 26th November 2025
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલાની મુલાકાતે રાજયના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ
સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર રણજિતકુમાર જે. (આઈ.એ.એસ.)નું ભાવભર્યું સ્વાગત કરતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી : ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ' અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકસિત વિવિધ સ્મળતિ-સ્થળો : ચોટીલા, રાજકોટ, ધંધુકાના શૈક્ષણિક પ્રવાસ માટે ‘સમગ્ર શિક્ષા'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર રણજિતકુમાર જે. (આઈ.એ.એસ.)એ પ્રેરણા આપી

રાજકોટ, તા.,૨૬: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર)ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર રણજિતકુમાર જે. (આઈ.એ.એસ.), એડીશનલ ડિરેકટર મુકેશભાઈ પટેલ (જી.એ.એસ.), સેક્રેટરી શિલ્પાબેન પટેલ, ડેપ્યુટી ડિરેકટર અર્ચનાબેન ચૌધરી અને ઓફિસ ઈન્ચાર્જ રહેમાનભાઈ પરબડીયા તથા રાજકોટ ડી.પી.ઈ.ઓ. - ડી.ઈ.ઓ. દીક્ષિતભાઈ પટેલ, સુરેન્દ્રનગર ડી.પી.ઈ.ઓ. ભદ્રસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર ડી.ઈ.ઓ. એ.એમ. ઓઝા, બોટાદ ડી.પી.ઈ.ઓ. - ડી.ઈ.ઓ. ભરતભાઈ વાઢેર, ચોટીલા તાલુકા બી.આર.સી. પ્રકાશભાઈ પરમાર. રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના બી.આર.સી., યુ.આર.સી. અને સી.આર.સી. તેમજ ચોટીલા ડુંગર મહંત પરિવારના જગદીશગિરીબાપુ ગોસાઈ, શિક્ષણવિદ અને શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સહુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શ્રીમતી જે.વી.એચ. દોશી પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓ હેન્સી પટેલ, તન્વી આલ, કળપા ખટાણા અને અદિતી વાઘેલાએ ગુજરાતી, હિન્દી, સંસ્કળત અને અંગ્રેજીમાં સહુનું અભિવાદન કર્યું હતું.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ તથા સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયની સહુએ મુલાકાત લઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકસિત વિવિધ સ્મળતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, ધંધુકાના શૈક્ષણિક પ્રવાસ માટે સ્ટેટ પ્રોજેકટ ડિરેકટર રણજિતકુમારે પ્રેરણા આપી હતી. શ્રીમતી જે.વી.એચ. દોશી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બાળ પુસ્તકાલય તથા ભાષા ભવનની પરિકલ્પના-સ્થાપના બદલ સ્ટેટ પ્રોજેકટ ડિરેકટર રણજિતકુમારે પિનાકી મેઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. એન. એન. શાહ હાઈસ્કૂલના પરિસરમાં સમગ્ર શિક્ષા દ્વારા સ્ટેટ પ્રોજેકટ ડિરેકટર રણજિતકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના બી.આર.સી., યુ.આર.સી. અને સી.આર.સી.ની કાર્ય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આલેખન :-
પિનાકી નાનકભાઈ મેઘાણી-
ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન-
મો.૯૮૨૫૦૨૧૨૭૯)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
