<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

જેતપુરમાં બાઈક અથડાયા બાદ બે જુથો વચ્ચે જાહેરમાં જ છૂટા હાથની મારામારી : એક વ્યક્તિને ગંભીર ઈજા

- પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે બંને તરફથી પથ્થરમારો પણ થયો: આખી મારામારીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

રાજકોટના જેતપુરમાં બાઈક અથડાવાની સામાન્ય ઘટના ગંભીર રૂપ ધારણ કરતી જોવા મળી હતી. અથડામણ બાદ બે જુથો વચ્ચે જાહેરમાં જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. બાદમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે બંને તરફથી પથ્થરમારો પણ થયો હતો. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આખી મારામારીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી ચૂકી છે.

(1:23 PM IST)