<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

જુનાગઢનાં પ્‍લાસવાની સીમમાંથી ૫.૫૬ લાખનો દારૂ ઝડપાયો

ખરાબાની જગ્‍યામાંથી ૧૦.૫૬ લાખનો મુદામાલ ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમબ્રાન્‍ચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પ્‍લાસવા ગામની સીમ વિસ્‍તારમાં આવેલ ખરાબાની જગ્‍યામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, ચપટા મળી કુલ નંગ-૧૫૧૨કિ.રૂા.૫,૫૬,૮૦૦/- તથા અન્‍ય મુદામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૬,૮૦૦/- નો મુદામાલ સાથે પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવળતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવળતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપી છે.

જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.ઇન્‍સ. કે.એમ.પટેલ તથા પોલીસ સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.સબ ઇન્‍સ.શ્રીપી.કે.ગઢવી તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમાતથા ડ્રા.પો.કોન્‍સ. પંકજભાઇ મઢવી નાઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્‌સ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતો કિશન રામા કોડિયાતર ગે.કા. રીતે ગુજરાત રાજ્‍યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો વાહનમાં મંગાવી પ્‍લાસવા ગામની સીમમાં આવેલ ખરાબામાં રેલ્‍વે પાટા પાસેના અવાવરૂ રસ્‍તે કટીંગ કરવાની પેરવીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. પ્રોહીબીશન એક્‍ટ. મુજબનો ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ છે.

કિશન રામા કોડિયાતર રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગરની શોધખોળ ચાલુ છે. આ કામગીરી ક્રાઇમબ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કે.એમ. પટેલ તથા પો.સબ.ઇન્‍સ. પી.કે. ગઢવી, એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા, યશપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા તથા ડ્રા.પો.કોન્‍સ. પંકજભાઇ મઢવી વિગેરે પોલીસ સ્‍ટાફે  કરી છે.

(11:37 AM IST)