તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
સિક્કામાં આર્થિક સંકડામણથી ત્રાસી યુવાનનો ઝેર પી આપઘાતઃ શેખપાટ પાસે ટ્રક પાછળ એકટીવા ઘૂસી જતા વૃધ્ધનું મોત
જામનગર પંથકમાં પાવર પ્લાન્ટના ૧૩ લાખના સ્પેરપાર્ટસની ચોરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: સિકકા ગામના કારાભુંગા રામમંદિર પાસે રહેતા વસંતભાઈ કાન્તીલાલ ચૌહાણ, ઉ.વ.૩૭ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ધીરજભાઈ કાન્તીલાલ ચૌહાણ, ઉ.વ.૩૮ વાળા એ તેમના મોટાભાઈ હાનાભાઈ પાસેથી થોડા ટાઈમ પહેલા એક લાખ રૂપિયા ઉછીના આપેલ હોય જે રૂપિયા ભાઈ પાસે માંગતા તેમના ભાઈએ જણાવેલ કે હાલ તેમના પાસે નથી અને ધીરજભાઈની સ્થિતી નબળી હોવાના કારણે જિંદગીથી કંટાળી જઈ પોતે પોતાના હાથે ઘરમાં રહેલ ઉધઈ મારવાની દવા પી લેતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ આવતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.
ગળાફાંસો ખાઇ લેતા મોત
અહીં દિગ્વીજય પ્લોટ-૪૯, વાલ્મીકીનગર, શંકરટેકરીમાં રહેતા વિષ્ણુભાઈ સંજયભાઈ વાઘેલા, ઉ.વ.ર૦ વાળા એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મહિપાલભાઈ સંજયભાઈ વાઘેલા, ઉ.વ.ર૪ એ કોઈ અગમ્ય કારણોસર ઘરની ઓરડીમાં લોખંડના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.
પંચ એ પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ પરષોતમભાઈ સંઘાણી, ઉ.વ.૪૦, રે. ઠેબાગામ, હનુમાન મંદિર પાસે, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નરેશભાઈના પિતા પરષોતમભાઈ લાઘાભાઈ સંઘાણી, ઉ.વ.૬૩ વાળા પોતાનું એકટીવા જી.જે.૧૦ ડીબી પ૭ર૧ વાળુ લઈને ધ્રોલ તાલુકાના ગોલીટા ગામેથી પરત પોતાના ઘરે ઠેબા ગામે આવતા તે દરમ્યાન શેખપાટ ગામ તથા ખીમરાણા ગામના પાટીયાની વચ્ચે સુરજ કોટન મીલ પાસે પહોંચતા આરોપી ટ્રક જી.જે.-રપ યુ-૯૯ર૩ વાળાએ પોતાનો ટ્રક રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે રોડ ઉપર પાર્ક કરી રાખેલ હોય તે દરમ્યાન ફરીયાદી નરેશભાઈના પિતા પરષોતમભાઈ પોતાનું એકટીવા આ ટ્રકની પાછળ અથડાઈ જતા માથાના ભાગે લોહી નીકળતા તથા જમણા કાંડાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજા થતા સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.
મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં હાર્દિક યોગેશકુમાર શાહ, ઉ.વ.૪૦, રે. સેકટર-રર, બિલ્ડીંગ નં.૧૦ ડી આર.જી.ટાઉનશીપ મોટી ખાવડી, એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૧૧-ર૦રપના આરોપીઓ વિજય વાઢેર, વિશ્વરાજસિંહ જાડેજા, આર્યન પરમાર, એ ફરીયાદી હાર્દિક ની કંપનીના મોટી ખાવડી ગામની સીમ, ખાનગી કંપનીના પાવર પ્લાન્ટના ખુલ્લા યાર્ડમાં રહેલ પાવર પ્લાન્ટમાં ઉપયોગી મિશ્રધાતુના સ્પેરપાર્ટ નોઝલ તથા બકેટ નંગ-૧૬ર કિંમત આ.૧૩,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
