તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
જામકંડોરણા પાસે ૪૬ લાખનો વિદેશી દારૂ પકડાયો
૪ ફોર વ્હીલમાં કટીંગ થતુ'તુ ને રૂરલ એલસીબી ત્રાટકીઃ ૩૭૨૦ બોટલ સહિત ૮૬.પપ લાખના મુદામાલ સાથે ૪ પકડાયા : મુખ્ય સુત્રધાર ભાવેશ કોડીયાતર સહિત બેની શોધખોળ

રાજકોટ, તા., ૨૬ : જામકંડોરણા પાસે વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે જ રૂરલ એલસીબીએ દરોડો પાડી ૪૬ લાખના દારૂ અને ૪ ફોર વ્હીલ સહિત ૮૬.પપ લાખના મુદામાલ સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સુત્રધાર સહીત ર ની શોધખોળ હાથ ધરાઇ છે.
જીલ્લામાં દારૂ-જુગારના કેસો શોધી કાઢવા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન કો. હેડ કોન્સ. નીલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, દિવ્યેશભાઇ સુવા, હરેશભાઇ પરમાર તથા પો.કો. મિરલભાઇ ચંદ્રવાડીયાને બાતમી મળેલ કે જામકંડોરણા પાસે જામકંડોરણાથી કાલાવડ રોડ નજીક અવાવરૂ જગ્યામાં વિદેશી દારૂનો જથ્થાનુ મોટા પાયે કટીંગ થતુ હોય સ્થળ ઉપર રેડ કરતા ૪ ફોર વ્હીલમાં દારૂના જથ્થાનું કટીંગ થતુ હતું. રૂરલ એલસીબીએ વિદેશી દારૂની ૩૭ર૦ બોટલ કિંમત ૪૬ લાખ તથા ૪ ફોર વ્હીલ અને પાંચ મોબાઇલ મળી કુલ ૮૬.પપ લાખના મુદામાલ સાથે આરોપી સામત ભીમાભાઇ કરમટા , હીરા જીવાભાઇ મોરી તથા રાજુ ડાયાભાઇ સીંઘલ રહે. ત્રણેય જુનાગઢ પંચેશ્વર તથા કારૂ ધીરૂભાઇ ગોહેલ, રહે. વેગડી ગામને ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો વેગડી ગામના ભાવેશ ભોજાભાઇ કોડીયાતરે મંગાવ્યો હતો તથા રાજુ પોલાભાઇ કોડીયાતર રહે. વેગડી ગામ એ મદદગારી કર્યાનું ખુલતા બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી, અનીલભાઇ બડકોદીયા, શકિતસિંહ જાડેજા તથા ડ્રા. પો.કો. અબ્દુલભાઇ શેખ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
