<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

જામનગરમાં કે. પી. શાહ લૉ કોલેજમા બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો : ભારતીય સંવિધાનના મહત્ત્વ, તેના ઈતિહાસ અને જાહેર જીવનમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન

ડૉ. વિમલ પરમાર - આચાર્ય, કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ ગલાણી,DLSA સેક્રેટરી શ્રી શુક્લા,સહ અધ્યાપકો ડો. ડી. કે. છોટાઈ, ડૉ. નિર્મળસિંહ હેરમા,સંશોધક વિદ્યાર્થીઓ અમીબેન વારીયા, હર્ષાલીબેન જેઠવા સહિતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬

 કે. પી. શાહ લૉ કોલેજ - જામનગર ખાતે બંધારણ દિવસ ઉજવવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાં ડૉ. વિમલ પરમાર - આચાર્ય તથા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ ગલાણી

મહેમાન DLSA સેક્રેટરી, શ્રી શુક્લા,સહ અધ્યાપકો ડો. ડી. કે. છોટાઈ, ડૉ. નિર્મળસિંહ હેરમા,સંશોધક વિદ્યાર્થીઓ અમીબેન  વારીયા અને હર્ષાલીબેન  જેઠવા ઉપસ્થિત રહેલ હતા.

 કે. પી. શાહ લૉ કોલેજ, જામનગર ખાતે 26 નવેમ્બર, 2025 ના રોજ "ભારતીય બંધારણ દિવસ" નિમિત્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત લૉ કોલેજના આચાર્ય ડૉ. વિમલ પરમાર દ્વારા કરાઇ. તેમણે ભારતીય સંવિધાનના મહત્ત્વ, તેના ઈતિહાસ અને  જાહેર જીવનમાં તેની ભૂમિકા અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનોને વ્યાખ્યાયિત કર્યું હતું.

     કાર્યક્રમમાં DLSA સેક્રેટરી શ્રી શુક્લા  ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ આ દિવસની શુભકામનાઓ પાઠવેલ.વિદ્યાર્થીઓ દ્વારા સંવિધાન વિષય  પર રંગોળી બનાવેલ.

કાર્યક્રમનું સમાપન ડૉ. નિર્મલ સિંહ હેરમા દ્વાર કરવામાં આવેલ અને અંતમાં વિધાર્થી અને કોલેજ સ્ટાફ દ્વારા ઓરિજિનલ બંધારણ (રેપલીકા) નું ફૂલ હારથી પુજન કરવામાં આવેલ હતું.

(4:14 PM IST)