News of Wednesday, 26th November 2025
સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ₹ ૧૪૭૪ કરોડની યોજના PM-ગતિશક્તિ હેઠળ મંજુર
પીએમ મોદી અને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનતા પૂનમબેન માડમ

જામનગર :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં, અંત્યોદય અને જન જનને સુવિધાઓના ભાવ સાથે આજે મળેલી કેબિનેટ મીટીંગમાં રજુઆતના સંપુર્ણ પ્રતિસાદ સમાન પશ્ર્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર, કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ₹ ૧૪૭૪ કરોડની યોજના PM-ગતિશક્તિ હેઠળ મંજુર કરવામાં આવતા અસંખ્ય યાત્રાળુઓ જે તીર્થક્ષેત્ર દ્વારકા આવે છે તેઓને રેલવેની આ ડબલ ટ્રેક સુવિધાનો લાભ મળશે
તેમજ ૧૨-જામનગરના સમગ્ર રેલવે સુવિધાનો લાભ બેવડાયો હોઇ પ્રધાનમંત્રી મોદી અને રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવજીનો સર્વે નાગરીકો વતી સાંસદ પૂનમબેન માડમ દ્વારા આભાર વ્યક્ત કરાયો છે
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
