<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

લીંબડી નજીક આવેલા લક્ષ્મીસર ગામ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનું મોત

પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક આવેલા લક્ષ્મીસર ગામ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. યુવક કયા અગમ્ય કારણોસર કેનાલના પાણીમાં ડૂબ્યો તે અંગેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(10:21 PM IST)