તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
મોરબીમાં BLO સુપરવાઇઝર પ્રોફેસર મનીષ જેઠવાની તબિયત લથડી: SIR ફોર્મ ચકાસણી દરમિયાન ઘટના
સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર આપવાની વ્યવસ્થા કરી અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મોરબી ખાતે ચૂંટણી પંચની BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં જોડાયેલા એક શિક્ષક અને BLO સુપરવાઇઝરની તબિયત અચાનક લથડી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીની નામાંકિત એલ.ઇ. કોલેજના પ્રોફેસર અને BLO સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનીષ જેઠવા ચૂંટણી સંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા હતા. તેઓ SIR ફોર્મની ચકાસણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ તેમની તબિયત અચાનક બગડી હતી.
સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર આપવાની વ્યવસ્થા કરી હતી અને પ્રોફેસર મનીષ જેઠવાને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પર વધી રહેલા કામના ભારણ વચ્ચે આ પ્રકારની ઘટના બનતા અન્ય કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા હાલમાં પ્રોફેસરની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ મેળવવામાં આવી રહ્યું છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
