તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
કવલકામાં ઓડેદરા પરિવારની ભાગવત સપ્તાહમાં સંતો - મહંતો આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

જુનાગઢ : પરબતભાઇ જીવાભાઇ ઓડેદરા પરિવાર દ્વારા પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકા કવલકા ઘેડ ગુંદાવારી વાડી ખાતે તા. ર૧ નવેમ્બરથી ર૭ નવે. સુધી ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને શ્રીમદ્્ ભજન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. જેમાં પૂ. ઇન્દ્રભારતીબાપુ, પૂ. જેન્તિરામબાપા, પૂ. રૂપલ માતાજી, માજી મંત્રી વાસણભાઇ આહીર સહિતના ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ ભજનિક ભનુભાઇ પરબતભાઇ ઓડેદરા તથા અ. સૌ. શાંતિબેનના સુપુત્ર ચિ. વનરાજના શુભ લગ્ન અરજણભાઇ લીલાભાઇ આગઠ તથા અ. સૌ. સાકરબેનની સુપુત્રી ચિ. માનસી સાથે તા. ર૩ને રવિવારે યોજાયા હતા ત્યારે ઓડેદરા પરિવારને સંતોએ આશિર્વાદ પાઠવ્યા હતા. કથા દરમ્યાન સંતો ભાવમાં આવી સ્ટેજ પર રાસ લીધો હતો. જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
