News of Thursday, 27th November 2025
એક હતુ ‘સેન્યાર' વાવાઝોડુ
આ વાવાઝોડુ શમ્યા બાદ શું ફરી નવું વાવાઝોડું બનશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૭: બંગાળની ખાડીના દક્ષિણના દરના હિસ્સામાં જ બનેલી સીસ્ટમ ગઇકાલે જ ‘સેન્યાર' વાવાઝોડુ બની ચુકી છે. આઇએમડી દ્વારા તેનો ટ્રેક પણ સાર્વજનિક કરાયો છે જે મુજબ આ સેન્યાર વાવાઝોડુ ઇન્ડોનેશિયા આસપાસ જે ઉત્પાત મચાવીને ત્યાંજ શમી પણ જશે. ભારત પર તેની કોઇ અસર કે આડ અસર થવાની ન હોઇ, સોશ્યલમાં આ વાવાઝોડાનો જે ‘હાઉ' ઉભો કરાયો હતો. ધારણાઓની ભરમાર રચાઇ હતી તે બધી જ ધારણાઓ હવે ‘સાગમટે' ખોટી ઠરતા આપણા માટે ‘એક હેતુ સેન્યાર વાવાઝોડું' એવુ કથન વાસ્તવિક સ્વરૂપનુ બની રહેશે.
આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં હાલ જે સીસ્ટમ શ્રીલંકા નજીક મજબુત બની રહી છે તે આવનાર દિવસોમાં ડીપ્રેશન કેટેગરી સુધી મજબુત બની દક્ષિણ- પૂર્વ અને ઉતરપૂર્વ (પૂર્વોતર) રાજયોને ભારે વરસાદથી પ્રભાવિત કરે તેવુ જોવા મળે છે જો કે અમુક મોડેલ આ સીસ્ટમ ડીપ ડીપ્રેશન પછી વાવાઝોડુ બને અને તેનું યમન દ્વારા સુચવાયેલુ નામ ‘દિતવાહ' DITWAH હશે તેવુ પણ દર્શાવે છે. જેમાં ગુજરાત તેની અસરથી મુકત રહેવાનું દર્શાવે છે. આ બધા મોડેલ મેપ્સ હોઇ, તેમાં ઘણા બધા બદલાવ સંભવ હોય છે. તેવુ હાલ જ આપણે જોઇ ચુકયા છીએ
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
