News of Thursday, 27th November 2025
મહુવામાં સગીરની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી
મરનારની માતા સાથે આરોપીને પ્રેમસબંધો હતાઃ બે દિ'થી ઉવેશ ઘરેથી ગૂમ હતો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ર૭: મહુવા શહેરમાં રહેતા ઉવેશ સલીમભાઈ કાળવાતર (ઉ. વ.૧૭) નામનો સગીર યુવક બે દિવસથી ઘરે આવ્યો ન હતો તે બાબતે ઉવેશના પરિવારે જાણવા જોગ ફરિયાદ કરી હતી જેથી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મહુવાની માલણ નદીના કિનારે આવેલ કુવામાંથી ઉવેશની દોરી બાંધેલી હાલતમાં કૂવામાંથી લાશ મળી આવી હતી લાશ મળી આવતા મહુવા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને સગીર યુવકની લાશને પાણી ભરેલા કૂવામાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા મળતદેહને બહાર કાઢવામાં આવી હતી લાશ બહાર બહાર કાઢીને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
આ ચકચારી બનાવ અનુસંધાને ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવતાર (રહે ગુલીસ્તાન સોસાયટી મહુવા)એ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મરણ જનાર ઉવેશ સલીમભાઈ કાળવાતરના માતા સમીરાબેનનુ હસન શબ્બીર ભાઈ સલાટ (ઉં. વ. ૩૦ રહે નૂર સોસાયટી મહુવા) સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે ઉવેશને જાણ થઈ જતા જે બાબતે મળતક ઉવેશને અવારનવાર હસન શબ્બીર સલાટ સાથે તકરાર ચાલતી હોય જે બાબતે ઉવેશને ફોન કરીને મહુવાના ભદ્રોડના ઝાપે બોલાવી માલણ નદીના કિનારા પાસે આવેલ એક કૂવા પાસે લઈ જઈ કોઈ પથ્થર વડેમાથાના ભાગે ગંભીર ઇજા કરી દોરીથી બાંધીને હત્યા કરીને કુવામાં ફેંકી દેવાયો હતો. મળતકના કાકા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરે મહુવા પોલીસમાં આરોપી હસન શબ્બીરભાઈ સલાટ સામે ફરીયાદ નોંધાવી હતી. ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
માતા સાથે પ્રેમ સંબંધમાં હત્યા થઈ
મહુવા શહેરમાં કૂવામાંથી સગીર યુવકની લાશ મળી આવી હતી તે બાબતે મળતક ઉવેશ સલીમભાઈ કાળવાતરની માતાને હસન શબ્બીરભાઈ સલાટ સાથે છેલ્લે ઘણા સમયથી આડા સંબંધ હોય જેની જાણ મળતક ઉવેશને થઈ જતા જેની તકરારમા સગીર યુવકને બોલાવીને હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી. સગીર લાપતા થયાની જાણ થતા પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરતા હત્યાનું પગેરુ મળી આવ્યુ હતું.
મહુવામાં થયેલ હત્યા માં મુસ્લિમ સગીર યુવક મહુવાના વાસીતળાવ વિસ્તારમાં આવેલ એક કાપડની દુકાનમાં કામ કરીને રોજી રોટી કમાતો હતો. મળતક સગીર યુવક ઉવેશ સલીમભાઈ કાળવાતર અને હસન શબ્બીરભાઈ સલાટ બંને મહુવાના ભાદ્રોડના ઝાપે એક મોટરસાયકલ ઉપર જતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (૪.૪)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
