<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

એપીકે ફાઇલ મોકલી માણાવદરના વેપારી સાથે પોણા બે લાખની છેતરપિંડી

પહેલા ફોન હેક કરી પૈસા ઉપાડી લીધા, સાયબર પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭: માણાવદરમાં પોલીસ લાઈન પાસે રહેતા ૪૪ વર્ષીય વેપારી દીપકભાઈ ગોરધનભાઈ કણસાગરાની ફરિયાદ અનુસાર ગઈ તા. ૧૯ જુનના રોજ પોતાના ઘરે હતા.

આ દરમિયાન એક અજાણ્‍યા વ્‍હોટ્‍સએપ નંબરવાળાએ આરટીઓ ચલણ ના નામની એપ્‍લિકેશન ફાઈલ મોકલી હતી અને જાણ બહાર ડાઉનલોડ થઈ ગઈ હતી. બીજા દિવસે અજાણ્‍યા શખ્‍સે મોબાઈલ ફોન હેક કરી દીધો હતો અને અજાણ્‍યા ઓટીપી ના મેસેજ મોબાઈલ ફોનમાં આવ્‍યા હતા. જેમાં અજાણી વ્‍યક્‍તિએ બેંક એકાઉન્‍ટમાં ૨૦ જૂનના રોજ રૂપિયા ૮૦,૦૦૦ ૨૦૨ નું બેલેન્‍સ હતું તે અને અજાણી વ્‍યક્‍તિએ દિપકભાઈના નામે રૂપિયા ૧,૪૭,૫૨૧ની મંજૂર કરાવી ખાતામાં જમા કરી હતી.

બાદમાં શખ્‍સે રૂપિયા ૫૦,૦૦૦, ૪૯,૯૯૯, ૪૯,૯૯૮, ૪,૯૯૬, ૧૨,૮૧૦ મળી કુલ રૂપિયા ૧,૬૭,૮૦૩ દીપકભાઈના ખાતામાંથી શખ્‍સે જુદા જુદા ખાતામાં ટ્રાન્‍સફર કરી તેમાંથી રૂપિયા ૧૨૮૧૦ નું બિલ પેમેન્‍ટ કર્યાની જાણ થઈ હતી. વેપારીએ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇનમાં નાણાકીય ફ્રોડ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ આધારે બુધવારે રેન્‍જ સાયબર પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે ઓનલાઇન નાણાકીય ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

 

(11:08 AM IST)