<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ઉતરાખંડની બસ દુર્ધટના મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રધ્‍ધાંજલીઃ પરિવારજનોને સહાય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ  તા.૨૭,ગત તા. ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્‍માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.

ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્‍ધાળુઓ ની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્‍ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્‍ટ દ્વારા ગુજરાત રાજ્‍યનાં મુખ્‍યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. 

(11:12 AM IST)