<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

માણાવદર પંથકમાં ૪ લાખનો દારૂ ઝડપાયો

માંડોદરા ગામની સીમમાં ખેતરમાં રૂમમાં પૂંઠાની પેટીઓમાં છુપાવેલઃ ૧૩૦૮ બોટલ મળીઃ એક ઝડપાયોઃ ત્રણ શખ્‍સો નાસી ગયા

જામનગર, તા.૨૭:  જામજોધપુર પોલીસ સ્‍ટેશનના (વાહનો-૨૮) તથા(ર) શેઠવડાળા પોલીસ સ્‍ટેશનના (વાહનો-૫૪) એમ કુલ મળીને કુલ ૮૨  વાહનોનું વર્ગીકરણ કરતા ઘણા લાંબા સમયથી ઉપરોકત પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વાહનચેકીંગ દરમ્‍યાન જી.પી એક્‍ટ ૮૨(૨) તથા એમ.વી એક્‍ટ-૨૦૭ મુજબ તથા સી.આર.પી.સી.૧૦૨ તથા અલગ અલગ ગુનાના કામે કબ્‍જે લીધેલ તથા આ તમામ વાહનોનું યોગ્‍ય નિકાલ સારુ એક્‍ઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ  જ્‍યુ.મેજી.ફક.જામજોધપુર કોર્ટને રિપોર્ટ કરી તેઓના હરાજી કરવા અંગેના આવેલ યોગ્‍ય હુકમ આધારેએમ.ટી.વિભાગ જામનગરના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા અપસેટ નક્કી કરવામા આવેલ જે તમામ વાહનોની જામજોધપુર પોલીસ સ્‍ટેશનના કમ્‍પાઉન્‍ડ ખાતે જાહેર હરાજી રાખવામા આવેલ જેમા ભંગારના કુલ ૪૮ વેપારીઓ હાજર રહેલ.

જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુરનાઓના માર્ગદર્શન મુજબ વાહનોની હરાજી કરવાનો નવતર પ્રયોગ સફળ રહેલ છે. જેમાં એક સ્‍થળે બેસીને હરાજી કરતા પોલીસ સ્‍ટાફ તથા હરાજીમાં ભાગ લેવા આવેલ વેપારીઓના સમય તથા ટ્રાન્‍સ્‍પોર્ટેશન ખર્ચમાં નોંધપાત્ર બચત થયેલ છે.અને આ સંયુકત હરાજી કાર્યક્રમ યોજાતા (૧) જામજોધપુર પો.સ્‍ટે.શ્રી એ.એસ.રબારી (૨) શેઠવડાળા પો.સ્‍ટે. વી.એસ.પટેલ તથા વેપારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ  સંતોષની લાગણી વ્‍યકત કરેલ હતી ે જેમાં (૧) જામજોધપુરના વાહનો ની કિ.રૂ.૧૪૫૦૦૦/- (૨) શેઠવડાળાના વાહનો ની કિ.રૂ.૧૫૬૦૦૦/- એમ કુલ-૮૨ વાહનોની જાહેર હરાજીમા જી.એસ.ટી સાથે કુલ કિંમત રૂ.૩,૫૫,૧૦૦/-ઉપજેલ છે જે ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરાવવા અંગેની તજવીજ કરેલ છે

(11:34 AM IST)