<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ઉનાઃ ઘર પાસે રમતી બાળકીને ઉપાડી જનાર સિંહણ પાંજરે પુરાઇ

એક કિલોમીટર દુર બાળકીનો મૃતદેહ મળ્‍યો હતોઃ વનવિભાગે સિંહણને પકડવા પાંજરા મુકયા હતા

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૭: ફરેડા સીમ વિસ્‍તારમાં ઘર પાસે રમતી બે વર્ષની બાળકીને સિંહણ ઉપાડી ગયા બાદ બાકીનો ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્‍યો હતો. આ સિંહણને વનવિભાગે પાંજરા મુકીને પકડી લીધી હતી.

ગીર ગઢડા તાલુકાના ફરેડા પીછવી ગામ જતા રોડ ઉપર સીમ વાડી વિસ્‍તાર માં રહેતા હરસુખભાઈ લાલભાઈ મકવાણા મકાન બાંધી ને રહે છે મકાન ની બહાર ભારતી બેન હરસુખ ભાઈ વાસણ સાફ કરતી હતી. તેમની દીકરી આરાધ્‍યા ઉ. વ. ૨ તેમની સામે રમતી હતી ત્‍યારે વાડીમાં જંગલ તરફથી એક સિંહણ અચાનક આવી ગઈ હતી.

માતા ની સામે આરાધ્‍યા ને મોઢા માં દબોચી લેતા માતા રાડા રાડી કરતા લોકો ભેગા થઈ ગયા હતા સિંહણ બાળકી ને લઇ ધારાબુક જંગલ વિસ્‍તારમાં લઈ ગઈ હતી ઘર થી એક કિલોમીટર દૂર બાળકી નો ફાડી ખાધેલ મળત દેહ પડેલ હોય. સિંહણ નાસી ગઈ હતી. લોકો  તુરંત વન વિભાગ ને જાણ કરતા જામવાળા ગીર રેન્‍જ ના આર. એફ. ઓ. અને સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી દીકરી નો ફાડી ખાધેલ મળત દેહકરી હોસ્‍પિટલે પોસ્‍ટ મોર્ટમ કરવા લઈ ગયા હતા. સિંહણ નું લોકેશન ગોતી પાંજરું ગોઠવી ગણતરી ના કલાકો માં માનવ ભક્ષી સિંહણ ને પાંજરે પુરી હતી.

(11:35 AM IST)