<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

લીંબડી-ધંધુકા હાઈવે પર રેસ્‍ટોરન્‍ટમાંથી સવા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્‍ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૭: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્‍ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્‍ટોરન્‍ટમાંથી અંદાજિત રૂ.૭.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.

જિલ્લા કલેક્‍ટર રાજેન્‍દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર પ્રવળત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્‍ટોરન્‍ટ ખાતે આકસ્‍મિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન, રેસ્‍ટોરન્‍ટના કમ્‍પાઉન્‍ડમાં જાહેર સ્‍થળે LPG કોમર્શિયલ સિલિન્‍ડરોનો અનધિકળત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્‍યું હતું. સ્‍થળ પરથી Go Gasના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gasના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ ૫૪ LPG સિલિન્‍ડર મળી આવ્‍યા હતા, જેમાં ૧૬ ભરેલા અને ૩૮ ખાલી સિલિન્‍ડરનો સમાવેશ થાય છે.

સંચાલકો પાસે આ જથ્‍થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્‍સ, PESO લાઇસન્‍સ કે ફાયર સેફ્‌ટીની મંજૂરી નહોતી. જાહેર સલામતીની પરવા કર્યા વગર ચલાવાતી આ ગેરકાયદેસર પ્રવળત્તિ બદલ, ટીમે તુરંત કાર્યવાહી કરીને રૂ.૧,૪૧,૯૦૦ની કિંમતના તમામ ૫૪ સિલિન્‍ડર અને રૂ.૫,૭૫,૦૦૦ની કિંમતનું એક વાહન જપ્ત કર્યું હતું. આમ, કુલ રૂ.૭,૧૬,૯૦૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્‍યો છે

(11:37 AM IST)