<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ભાવનગરમાં હુમલો થતા આર્મીના નિવૃત જવાનનો ગોળીબાર

ઘર પાસેથી પૂરપાટ નિકળેલા યુવકને બાઇક ધીમુ ચલાવવાનું કહેતા ટોળું જમા થઇ ગયું: હવામાં બે રાઉન્‍ડ ફાયરીંગ કર્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવળત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક ના સમર્થન માં પાંચ થી દસ લોકો ના ટોળાએ આર્મીના જવાન અને તેના ભાઈ ઉપર હુમલો કરાયો હતો જ્‍યારે સામાપક્ષે પણ આર્મી ના જવાને હવામાં બે રાઉન્‍ડ ગોળીબાર કર્યો હતો.

જવાન નયનસિંહ નવલસિંહ ડોડીયા રાત્રે તેમના ઘરે હતા તે વેળાએ તેમની જ સોસાયટી માં રહેતો એક યુવક પૂરપાટ ઝડપે અકસ્‍માત થાય તે રીતે સોસાયટી માંથી પસાર થતાં નયનસિંહ એ આ યુવકને બાઇક ધીમું ચલાવવાનું કઈ ટપાર્યો હતો. જે બાદ યુવક અને તેના પિતા એ બાઇક પૂરપાટ ઝડપે જ ચલાવવાશે અને કર્મચારી નગરમાં રહેવું હોય તો અમે કહીએ તેમ રહેવું પડશે તેમ કહી નયનસિંહ ડોડીયા અને તેમના ભાઈ ઉદયસિંહ ડોડીયા ઉપર પાંચ થી દસ લોકોના ટોળાએ હથિયારો થી જીવલેણ હુમલો કર્યો હતો અને સામસામે મારામારી સર્જાય હતી. જે બાદ આર્મી ના જવાન નયનસિંહ એ જીવ બચાવવા લાયસન્‍સ વાળી પિસ્‍તોલ થી બે રાઉન્‍ડ હવામાં ગોળીબાર  કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 

(11:38 AM IST)