News of Thursday, 27th November 2025
ચોટીલા હાઇ-વે ઉપરથી ગેરકાયદે હરતો-ફરતો પેટ્રોલપંપ ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજી ટીમની કાર્યવાહીઃ હોટલની આડમાં ગુન્હાહીત પ્રવૃતિનો પર્દાફાશઃ ૪.૬૬ લાખનો મુદામાલ જપ્ત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૭: ચોટીલા હાઇવે ઉપર ગેરકાયદેસર હરતો- ફરતો પેટ્રોલ પંપ એસ.ઓ.જી.સુરેન્દ્રનગરની ટીમે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં હાઇવે ઉપર આવેલ હોટલોમાં વાહનોમાંથી ગેરકાયદેસર ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી આવી ગુનાહીત પ્રવળતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હતી.
જે અનુસંધાને એસ.ઓ.જી સ્ટાફ ચોટીલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ. ફુલદીપસિંહ સામતસિંહ ગોહીલ નાઓને ખાનગી બાતમી મળેલ કે, રાત્રીના સમયે ચોટીલા હાઇવે ઉપર હોટલની આડમાં શિવલહેરી હોટલના ગ્રાઉંડમા નવી બનતી હોટલ પાસે લાલા મંગળુભાઇ કાઠી દરબાર રહે,ખેરડી તા. ચોટીલાવાળા ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતો હતો.
આ ગેરકાયદેસર કામ કરવાની વોચ રાખવા માટે ચોકીદાર પપ્પુભાઇને રાખેલ હોવાની તેમજ તેઓ હોટલના કંપાઉન્ડમાં વાહનો ઉભા હોય તે વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ ઇલેક્ટ્રીક મોટરથી નળી વાટે કાઢી ડ્રાઇવરો પાસેથી ઓછા દરે ખરીદી અને તે પેટ્રોલ-ડીઝલ પોતાના કબજા ભોગવટાના વાહનમાં ફયુલ પંપ ફીટ કરી તેમા ભરી વેચાણ કરી ગેરરીતી કરતા હોવાની હકિકત મળેલ જે હકિકત આધારે હોટલના કંપાઉન્ડમાં ચેક કરતા ફયુલ પંપ ફીટ કરેલ ટાટા ૪૦૭ જીજે-૦૩-ઝેડ-૬૧૬૧ કિ,રૂ,૩,૦૦,૦૦૦/- જેમાં ડીઝલ-૧૦૦ લીટર કિ,રૂ,૯૦૦૦/- તથા મહિન્દ્રા કંપનીની યુટીલીટી જીજે-૧૨-એવાય-૦૯૧૫ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગેર કાયદેસર રીતે ડીઝલનો જથ્થો લીટર-૬૦ કિ,રૂ,૫૪૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૪,૬૬,૪૫૦/-નો મુદામાલ કબજે કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આ કામગીરી પીઆઇ બી.એચ. શીંગરખીયા, પીએસઆઇ એન.એ. રાયમા, પીએસઆઇ આર.જે.ગોહિલ, એચસી અશ્વિનભાઇ ઠારણભાઇ, પીસી અનિરૂધ્ધસિંહ ભરતસિંહ, પીસી કુલદીપસિંહ સામતસિંહ ગોહીલ, પીસી સાહીલભાઈ મહમદભાઇ સેલત, પીસી અશ્વિનભાઇ કરશનભાઈ વાઘેલાએ કરી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
