News of Thursday, 27th November 2025
કૂતરાએ બટકુ ભરતાં ગાય ભડકીને ભાગી, છાત્રને પાટુ મારતાં ગંભીર ઇજા
જસદણના દેવપરાનો ૧૨ વર્ષનો હર્ષદ નિશાળેથી ઘરે આવતો હતો ત્યારે બનાવઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: જસદણના દેવપરા ગામમાં નિશાળેથી છુટીને પગપાળા ઘરે જઇ રહેલો હર્ષદ ભરતભાઇ ખસીયા (ઉ.વ.૧૨) ગામમાં હતો ત્યારે ગાયએ પછાડી દઇ પીઠ પાછળ પાટુ મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હર્ષદ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેના પિતા ખેત મજૂરી કરે છે. હર્ષદ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૭માં ભણે છે. તે નિશાળેથી છુટીને આવતો હતો ત્યારે ગાયને એક કૂતરાએ પગમાં બટકુ ભરતાં ગાય ભડકીને ભાગી હતી અને હર્ષદને ઢીંક મારી પછાડી દઇ વાંસામાં પાટુ મારી દેતાં ઇજા થઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને કરી હતી
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
