<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ધોરાજીના જમનાવડ રોડ રેલવે ફાટક પાસે રેલવે માલગાડીનું એન્જિન ફેલ થઈ જતા એક કલાક ટ્રાફિક જામ સર્જાયો

જમનાવડ રોડ પર મોટી મારડ પાટણવાવ માણાવદર જવા માટેનો મુખ્ય રસ્તા બંધ થવાથી ટ્રાફિક જામ સર્જાયો અને લોકોને એક કલાક સુધી હેરાન થવું પડ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના જમનાવડ રોડ  રેલવે ફાટક પાસે રેલવે માલગાડીનું એન્જિન ફેલ થઈ જતા એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો  
પોરબંદરથી  રાજકોટ જવા નિકળેલ માલગાડી ટ્રેન કોઈ કારણોસર ધોરાજી રેલ્વે સ્ટેશન પાસે માલ ગાડીનું એન્જિન બંધ પડી જતા  જમનાવડ રોડ રેલવે ફાટક એક કલાક બંધ હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો
ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીક જ માલગાડી ટેકનીકલ ખામી સર્જાતા માલગાડી બંધ પડી ગઈ હતી
અને જમનાવડ રોડ પર  મોટી મારડ પાટણવાવ માણાવદર જવા માટેનો મુખ્ય રસ્તા બંધ થવાથી ટ્રાફિક જામ સર્જાયો અને લોકોને એક કલાક સુધી હેરાન થવું પડ્યું હતું

(6:41 PM IST)