News of Thursday, 27th November 2025
ધ્રાંગધ્રમાં પિતાએ ૮ વર્ષના પુત્ર સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ
નર્મદા કેનાલમાં એક અત્યંત કરૃણ ઘટના બનીઃકોઈક અગમ્ય કારણોસર પિતાએ પોતાના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું

ધ્રાંગધ્રા,તા.૨૭
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં એક અત્યંત કરૃણ ઘટના બની છે. જસમતપુર ગામના રહેવાસી મહેશભાઈ મફાભાઈ દાદરેજાએ પોતાના ૮ વર્ષના પુત્ર દેવરાજ સાથે કેનાલમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કોઈક અગમ્ય કારણોસર પિતાએ પોતાના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે બંનેનું મોત નીપજ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા નર્મદા કેનાલના ઊંડા પાણીમાં પિતા-પુત્રની લાશની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
