<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વિકસિત ગુજરાત 2047 અંતર્ગત કાલાવડ તાલુકા કક્ષાના કલા ઉત્સવની ઉજવણી

કલા ઉત્સવ 2025 ની વ્રજકુંવરબેન કન્યાશાળા કલાવડ ખાતે ભવ્ય ઉજવણી:ચિત્ર સ્પર્ધા,બાળ કવિ સ્પર્ધા,સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથર્યા

રાજકોટ તા.28 : વિકસિત ગુજરાત 2047 અંતર્ગત 2025 નો કલા ઉત્સવ કાલાવડની વ્રજકુંવરબેન કન્યાશાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

બી.આર.સી કાલાવડ દ્વારા કલા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્ર સ્પર્ધા,બાળ કવિ સ્પર્ધા,સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધામાં કાલાવડ તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાના 44 વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમની કલાના કામણ પાથરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

દરેક સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શાળાના અધિકારી રાજભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.આર.સી.કો-ઓર્ડીનેટર સાજીતભાઈ દોદાઈ,આચાર્ય ધીરેનભાઈ પાટલીયા,તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર તેમજ બી.આર.સી.સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ભાઞ લીધેલ જુદી જુદી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્પર્ધકોને માર્ગદર્શન પુરૂ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન કાર્તિકભાઇ ભટ્ટ અને ભીખાલાલ કોઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(9:36 AM IST)