હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે જૂનાગઢમાં પ્રો.ડો.વિશાલ જોષીનો અભિવાદન સમારોહ
આરએસએસ જયંતિભાઈ ભાડેસિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ડો.મહાદેવપ્રસાદ મહેતા, ડો.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ રાજકિય સામાજીક આગેવાનો શ્રી જોષીનુ અભિવાદન કરશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: ઐતિહાસિક પૃષ્ઠ જુનિયર ઈતિહાસનું સુર્વણપર્ણ કંડારી ગૌરવ અપાવનાર જૂનાગઢના વિદ્વાન ઇતિહાસવિદ પ્રો.ડો.વિશાલ આર.જોષી (ભૂતપૂર્વ અધ્યક્ષ ઈતિહઆસ વિભાગ) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ (ઉપાધ્યક્ષ ભારતીય ઈતિહાસ સંકલન સમીતિ ગુજરાત પ્રાંત) એ સ્વેચ્છિક નિવૃત થયા છે ત્યારે તા.૨/૯ને શનિવારના રોજ સોરઠ ઈન્ટરનેશનલ સ્કુલ કેમ્પસ વડાલ ફાટક પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે બપોરે ૩:૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી અભિવાદન સમારોહનું આયોજન કરાયુ છે.
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જયંતિભાઈ ભાડેસિયા (આરએસએસ) તેમજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બિરાજશે કાર્યક્રમનુંૅ ઉદ્ઘાટન પૂ.મહેશગીરી બાપુ કરશે. અતિથિ વિશેષ તરીકે ડો.ગીરીશભાઈ ઠાકર (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ) શ્રી ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ પુ.હિમાંશુભાઈ જોષી શ્રી જગન્નાથ આશ્રમ કેશોદ તેમજ ડો.પ્રતાપસિંહ ચૌહાણ કુલપતિ નરસિંહ મહેતા યુનિ. ડો.ભરતભાઈ રામાનૂજ, ડો.કમલેશાભઈ જોષીપરા, ધવલ દવે પ્રભારી રાજકોટ જીલ્લા ભાજપ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડો.ડી.પી. ચિખલીયા જૂનાગઢ, ડી.વાય.એસ.પી હિતેષ ધાંધલ્યા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જીલ્લા શિક્ષણઅધિકારી લતાબેન ઉપાધ્યાય સોરઠ ઈન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી કેટી ગૌતમ સહિતના ઉપસ્થિત રહી શ્રી જોષીનું અભિવાદન કરશે. અને ડો.મહાદેવપ્રસાદ મહેતા તથા સ્વામીનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પી.પી.સ્વામી આર્શિવચન આપશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અભિવાદન સમિતિના કન્વિનર પ્રિ.ડી જયભાઈ ત્રિવેદી કો ઓર્ડિનેટર નિલેશભાઈ સોનારા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
