હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આદિત્યાણાના ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીથી શેરડી અને કેળાનું ઉત્કષ્ટ ઉત્પાદન
જમીનને મજબૂત બનાવવા અને પાકને પુરતા પોષણ માટે જરૂરિયાત મુજબ ગાયના છાણની રબડી સહિત કુદરતી વસ્તુઓનો ઉપયોગ

પોરબંદર.તા.ર૮, જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રશાંતભાઈ જોગિયાએ છેલ્લા ૧૫ વર્ષથી સફળતાપૂર્વક પ્રાકળતિક ખેતી અપનાવીને એક ઉત્કળષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રશાંતભાઈ જોગિયાએ ૧૫ વર્ષ પહેલા આકસ્મિક મુલાકાત દરમિયાન પ્રાકળતિક ખેતીની પ્રેરણા મેળવી હતી અને ત્યારબાદ વિવિધ ખેડૂતોને મળીને તથા શિબિરોમાં ભાગ લઈને આ જ્ઞાનને પોતાની આશરે ૬૭ વીઘા જમીનમાં અમલમાં મૂકયું છે. તેમની ખેતીમાં મુખ્યત્વે નાળિયેરી, કેળા, આંબા અને શેરડી જેવા બાગાયતી પાકોનો સમાવેશ થાય છે, જેનું ઉત્પાદન તેઓ શૂન્ય રસાયણ આધારે કરે છે. તેઓ જમીનને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પાકને પોષણ પૂરું પાડવા માટે જરૂરિયાત મુજબ ગાયના છાણની રબડી સહીતના પ્રાકળતિક રીતે તૈયાર થયેલ વસ્તુઓનો ઉપયોગ કરે છે.
ખાસ કરીને, કેળાની ખેતી માટે તેમણે એક વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં મુખ્ય પાકની લૂમ લીધા પછી તેના થડમાંથી નીકળતા પિલ્લા કાઢવાને બદલે તેને રહેવા દેવામાં આવે છે. આનાથી મુખ્ય થડમાં સંગ્રહાયેલું ૯૦% પાણી અને તત્ત્વો આસપાસના પિલ્લાઓને પોષણ પૂરું પાડે છે, જેના પરિણામે લાંઘપાકનું ઉત્પાદન મુખ્ય પાક કરતાં પણ વધુ મળે છે. આ પદ્ધતિના કારણે તેમના ખેતરમાં કેળાના બીજા-ત્રીજા રાઉન્ડના લાંઘપાક લેવામાં આવી રહ્યા છે.
પ્રશાંતભાઈ અને તેમનો પરીવાર આ શેરડીનો ગોળ બનાવે છે અને ઉત્પાદિત ગોળ ખેતરેથી જ સારા ભાવે વેચાય છે. તેઓ જણાવે છે કે, ગ્રાહકોના અભિપ્રાય મુજબ, જે લાકોને કેળા ખાવાથી શરદી, ઉધરસ કે એસિડિટી જેવી સમસ્યાઓ થતી હતી આ પ્રાકળતિક પદ્ધતિથી ઉત્પાદિત કેળાથી તેમને તે તકલીફ પડતી નથી, જે તેમની ગુણવત્તાયુક્ત ઉત્પાદન પદ્ધતિનો પુરાવો છે.
આ પ્રશાંતભાઈ જોગિયા રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકળતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કરતાં જણાવે છે કે, પ્રાકળતિક ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો આવે છે અને પૂરતા પ્રમાણમાં પ્રાકળતિક રીતે તૈયાર થયેલ વસ્તુઓના ઉપયોગથી ધીમે ધીમે રાસાયણિક ખેતી જેટલું અથવા તેનાથી વધુ સારું ઉત્પાદન ગુણવત્તા સાથે મેળવી શકાય છે. તેઓ ભારપૂર્વક કહે છે કે, ખાવા યોગ્ય ચીજ ઉગાડવા માટે ખરેખર આપણે પ્રાકળતિક ખેતી જ અપનાવવી જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
