<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ સૌરાષ્‍ટ્રની નવ દિવસની સફર બાદ મુંબઈ જવા રવાના

જસદણના વ્‍હોરા સમાજને ખાસ દીદારની નવાઝીશ કરી

જસદણ, તા.૨૮: દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્‍ચ ધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફરૂસ્‍સાદિક આલિક્‍દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) સૌરાષ્‍ટ્રના ૧૪ ગામોની મુલાકાત બાદ મુંબઈ રવાના થતાં તેમના હજજારો પ્રખર અનુયાયીઓ ભાવ વિભોર થયા હતા. મુલાકાત જામનગરથી શરૂ થઈ અને ચોટીલા ખાતે પૂર્ણ થઈ હતી ત્‍યાં હીરાસર એરપોર્ટથી મુંબઈ પોતાના સત્તાવાર નિવાસ સ્‍થાન મલબાર હિલ વિસ્‍તાર સ્‍થિત સૈફી મહેલ પર પહોંચી ગયા હતાં.

કાર્યકર હુસામુદ્દીન કપાસીએ જણાવ્‍યું હતું કે તા.૧૯ નવેમ્‍બરના રોજ મુંબઈથી હવાઈ માર્ગે પ્રથમ જામનગર આવ્‍યા જામનગરમાં જીયારત બાદ તમામ વ્‍હોરા બિરાદરોને મળ્‍યા બાદ તેઓ પ્રથમ કાર દ્વારા પ્રવાસ કરી પડધરી આવ્‍યા ત્‍યાં તેમણે રાજકોટના વ્‍હોરા બિરાદરોને મળી વાંકાનેર, સાયલા, લીંમડી, ચૂડા, રાણપુર, વિંછીયા, બોટાદ, દામનગર, લાઠી, ચિત્તલ, અમરેલી, બાબરા, અને ચોટીલાનો તેમણે સત્તાવાર પ્રવાસ કરી આ ગામોના વ્‍હોરા બિરાદરોની ખેર ખબર કરી હતી ખાસ કરીને જસદણ ગામ ન હોવા છતાં તેઓ બાયપાસ પાસે એક જગ્‍યા પર ટૂંકું રોકાણ કરી ત્‍યાં જસદણના બિરાદરોને દીદાર આપતાં બિરાદરોએ ધન્‍યતા અનુભવી હતી ત્‍યાર બાદ તેઓ ચોટીલાની મુલાકાત લઈ તેઓ પોતાના પરિવારજનો સાથે મુંબઈ પહોંચ્‍યા હતાં.

(1:17 PM IST)