<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ચૂડાના કોરડા ગામે મકાનમાં પોણા ચાર લાખના ઘરેણાંની ચોરી

વઢવાણ તા.૨૮: ચૂડાના કોરડા ગામે રહેતા અને ફર્નીચર કામ કરતા યુવાનના ઘરે કબાટમાંથી સોનાના આભુષણો કિંમત રૂ. ૩,૬૫,૪૦૦ના ચોરાયા છે.

ગામના બસ સ્‍ટેશન પાસે ૪૫ વર્ષીય ભાવેશભાઈ બાલકળષ્‍ણભાઈ રાઠોડ ફર્નીચર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના ઘરે ધાબા ઉપર આવેલ રૂમમાં લાકડાના કબાટમાં તેઓ તેમના પત્‍નીના ઘરેણા રાખે છે. અને ચાવી પોતાની પાસે જ રાખે છે. ગત તા. ૮-૧૧-૨૫ના રોજ તેઓને બજારમાં ખરીદી કરવા જવાનું હોઈ તેમાંથી રૂ. ૨ હજાર લીધા હતા. બાદમાં તા. ૧૯-૧૧-૨૫ના રોજ પરિવારને સામાજીક કામ સબબ સોમનાથ જવાનું હોઈ પત્‍નીને ઘરેણા પહેરવા હોઈ તે આપવા માટે ભાવેશભાઈએ કબાટ ખોલતા કબાટ ખુલ્લો હતો. આથી તેઓએ તપાસ કરતા કોઈ શખ્‍સ કબાટમાં ડબામાં રાખેલ સોનાનો હાર, સોનાની બુટ્ટી, વીંટી, સોનાનો કાપ સહિતના ઘરેણા ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળી આવતા અંતે ભાવેશભાઈએ તા. ૨૬-૧૧-૨૫ના રોજ રાત્રે અજાણ્‍યા શખ્‍સ સામે રૂ. ૩,૬૫,૪૦૦ના સોનાના આભુષણોની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોરીના બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઈ એન. એ. ડાભી ચલાવી રહ્યા છે.

(11:05 AM IST)