હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હળવદની પાયલબેન પર વજ્રઘાતઃ પ્રથમ પતિનું વાહન અકસ્માતમાં મોત થયું પછી બીજાનું પણ એવી જ રીતે મોત!
અમિતભાઇએ મોટા ભાઇના મૃત્યુ પછી ભાભી સાથે દિયરવટુ કર્યુ હતું: હળવદથી કોંઢ ગામે પત્નિને તેના માવતરેથી તેડવા જતી વખતે બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા પહોંચીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: હળવદની એક પરિણીતા સાથે કુદરત જાણે રૂઠયો હોય તેમ એક પછી એક બંને પતિના વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે. ધ્રાંગધ્રાના કોંઢ ગામે માવતર ધરાવતી પાયલબેનનું સાસરૂ હળવદ ખાતે છે. તેના પ્રથમ પતિનું એક વર્ષ પહેલા વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી તેણીએ દિયરવટુ કર્યુ હતું. હાલમાં તેણી માવતરે હોઇ પતિ તેણીને તેડવા હળવદથી કોંઢ ગામે જતો હતો ત્યારે રસ્તામાં તેનું પણ વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ હળવદમાં રહેતો અમિતભાઇ જગદીશભાઇ પોકેણીયા (ઉ.વ.૨૬) ગત ૨૫/૧૧ના રોજ હળવદથી બાઇક હંકારીને ધ્રાંગધ્રાના કોંઢ ગામે માવતરે આટો દેવા ગયેલી પત્નિ પાયલબેનને તેડવા જવા નીકળ્યો ત્યારે હળવદના ધવાણા ગામ નજીક પહોંચતા તેનું બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે હળવદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અમિતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. કરૂણતા એ છે કે તેના મોટા ભાઇ વિપુલભાઇનું એક વર્ષ પહેલા બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી અમિતભાઇએ વિપુલભાઇના પત્નિ એટલે કે પોતાના ભાભી પાયલબેન સાથે દીયરવટુ કર્યુ હતું. પાયલબેનને આગલા ઘરની એક દિકરી છે. કરમકઠણાઇ કહો કે કુદરતની ક્રુરતા એક વર્ષ પહેલા પતિને ગુમાવનારા પાયલબેને બીજા લગ્ન દિયર સાથે કર્યા હતાં એ બીજા પતિનું પણ પ્રથમ પતિની જેમ વાહન અકસ્માતમાં મોત થતાં તેણી પર વજ્રઘાત થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
