<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કાર્તિકી પુર્ણિમા મેળાનો પ્રારંભ

જુનાગઢ રેન્‍જના આઇજીપી નિલેશકુમાર જાજડીયાના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ માનવ મેદની ઉમટી પડીઃ ૧ ડિસેમ્‍બર સુધી શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા આયોજન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૮: સૌરાષ્‍ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક ‘કાર્તિકી પૂર્ણિમા મેળો - ૨૦૨૫' નો આજ રોજ ભવ્‍ય પ્રારંભ થયો હતો. આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી તા. ૨૭ નવેમ્‍બર થી ૧ ડિસેમ્‍બર ૨૦૨૫ સુધી મેળાનું વિશાળ આયોજન કરવામાં આવ્‍યું છે, છતાં પ્રથમ જ દિવસે ૧ લાખથી વધુ લોકોની ભવ્‍ય હાજરીએ મેળાની લોકપ્રિયતામાં ઉતરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્‍જના આઈ.જી.પી શ્રી નિલેશકુમાર ઝાઝડિયા સાહેબના શુભહસ્‍તે મેળાનું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

લોકસંસ્‍કળતિ-અધ્‍યાત્‍મ-મનોરંજનનો ત્રિવેણી મેળવા એવો મેળો. ૧૯૫૫થી શરૂ થયેલી પરંપરા આજે વધુ ભવ્‍ય રૂપે ઝળહળતી દેખાઈ. મેળામાં દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્‍યા છે. ૨૦૦થી વધુ વિવિધ ફૂડ સ્‍ટોલ્‍સ અને સ્‍વાદિષ્ટ વાનગીઓના વિકલ્‍પો. હસ્‍તકલા અને ગળહઉદ્યોગના ઇન્‍ડેક્‍સ-સી વિભાગ. ‘સરસ મેળા' દ્વારા હસ્‍ત અને લલિત કલાને પ્રોત્‍સાહન. જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા ભજીયા - વિશેષ આકર્ષણ. ‘સોમનાથ @૭૦' વિશેષ ચિત્ર પ્રદર્શની. સનાતન સંસ્‍કળતિને સ્‍પર્શતા આકર્ષક સેલ્‍ફી પોઈન્‍ટસ છે. નાના બાળકો માટે સુરક્ષિત અને રોમાંચક રાઇડ્‍સ અને મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ જ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું.

પ્રથમ સાંજનું મુખ્‍ય આકર્ષણ અપેક્ષા પંડ્‍યાના લયબદ્ધ સ્‍વરઃ સાંજે યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્‍યાએ પોતાના લોકગીતો, ભજનો અને ભક્‍તિગીતોથી સમગ્ર શ્રોતાગણને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. દૂર-દૂરથી આવેલા ભક્‍તો સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકળત ફેસબુક અને યુટયૂબ દ્વારા લાઈવ પ્રસારણનો લાભ લીધો હતો.

આ પ્રારંભિક જોરદાર સફળતા બાદ ૫ દિવસમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારવાનો અંદાજ છે. જેમની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, અને સ્‍થાનિક નગરપાલિકાના સહયોગ સાથે સુસજ્જ છે. તેમ શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્‍યું છે

(11:10 AM IST)