<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

સાવરકુંડલા તાલુકામાં નવા ૫૯૫ લાખના કામો મંજૂર કરાવતા કસવાલા

ખડસલી, મેરિયાણા, મોટાભમોદ્રા, ઘોબા, કરજાળા, સીમરણ, સેંજળ ગામોમાં નવા રસ્‍તા મંજૂર

સાવરકુંડલા,તા.૨૮: ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા દ્વારા રજૂઆત કરી સાવરકુંડલા તાલુકાના ખડસલી, મેરિયાણા , મોટાભમોદ્રા , ઘોબા ,કરજાળા ,સીમરણ ,સેંજળ  ગામોમાં રસ્‍તાની સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર માંથી ૫.૯૫ કરોડની રકમ ની મંજુર કરવામાં આવી  છે. આ વિકાસ કાર્યોથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માર્ગોની સુવિધામાં મોટો વધારો થશે. શ્રી કસવાલાએ જણાવ્‍યું હતું કે, આ વિકાસ કાર્યોથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને અવરજવરની સારી સુવિધા મળશે અને ખેડૂતોને પણ પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, જે ગ્રામ્‍ય અર્થતંત્રને વેગ આપશે.

આ ૭ ગામ  ખડસલી એપોર્ચ રોડ ૧૫૦ લાખ ,સેંજલ એપોર્ચ થી આશ્રમ સુધી  રોડ ૬૫ લાખ, મેરીયાણા-ખડસલી રોડ ૫૦ લાખ, મોટા ભમોદ્રા સુવિધા પથ ૮૦ લાખ, ઘોબા સુવિધા પથ ૯૦ લાખ, કરજાળા સુવિધા પથ ૬૦ લાખ, સીમરણ સુવિધા પથ ૧૦૦ લાખ કુલ ૫૯૫ લાખના કામો મંજુર કરવા બદલ આ જનહિતના કામોને તાત્‍કાલિક મંજૂરી આપવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:17 PM IST)