હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓખા સુધી ડબલ ટ્રેક સુવિધા આપવાનું ચૂંટણી સમયે આપેલ વચન પૂનમબેને નિભાવ્યુ
દેવભુમી દ્વારકા અને જામનગર જીલ્લાના યાત્રિકો- નગરજનો દ્વારા આવકાર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૮: જામનગર લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી દરમ્યાન દ્વારકા સુધી ડબલ ટ્રેક ટ્રેનની સુવિધાઓ ઊભી કરાવવા આપેલ વચન આખરે પૂર્ણ થતાં સમગ્ર દ્વારકાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. પૂનમબેન માડમે વચન નિભાવતા હાલારના બંને જિલ્લાઓને સાંકળતા આ મહત્વપૂર્ણ પ્રોજેકટથી યાત્રાધામ દ્વારકા આવતા યાત્રીકોને લાભ થનાર હોય દ્વારાવાસીઓએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કર્યો છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પૂનમબેન માડમે દ્વારકાવાસીઓને દ્વારકા ખાતે વચન આપેલ કે હાલમાં ચાલી રહેલ રાજકોટ કાનાલુસ ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ તેઓ કેન્દ્ર સરકાર પાસેથી શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા સુધી રેલવેની ડબલ ટ્રેકની કામગીરીને મંજૂરી અપાવશે જે વચન નિભાવતા કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલ પ્રોજેકટને લીધે ખાસ કરીને દ્વારકાવાસીઓમાં સર્વત્ર આનંદની લાગણી વ્યાપી છે. સાંસદના પ્રયાસોથી આ પ્રોજેકટને મંજૂરી મળતા દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને બુસ્ટઅપ મળશે અને રોજગારીની પણ વિપુલ તકો ઉભી થશે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા આ યોજના માટે ૧૪૫૭ કરોડની જંગી રકમની ફાળવણી કરતા સમગ્ર દ્વારકા પંથકમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને દ્વારકા આવતા યાત્રીકોને ટ્રેનોની ફ્રીકવન્સી વધવા સાથે સુવિધાસભરપ્રવાસનો લાભ મળશે તો બીજી તરફ સરહદી વિસ્તારના જિલ્લામાં સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આ વિસ્તારના વિશાળ ઔદ્યોગિક એકમો તેમજ નાના-મોટા ઉદ્યોગકારો અને મત્યોદ્યોગને પરિવહનની સુવિધામાં વધારો થતાં લાભ થશે.
કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને દ્વારકા હોટલ એસોસીએશન, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યાપક આવકાર મળ્યો છે અને વિવિધ સંસ્થાઓએ સાંસદ પૂનમબેન માડમને વચન નિભાવવા બદલ જાહેર આભાર વ્યકત કર્યો છે. સાથે જ પૂનમબેન માડમે પણ મીડીયાસમક્ષ આ યોજનાને મંજૂરી મળવા બદલ પીએમ નરેન્દ્ર મોદી તથા રેલ મંત્રી અશ્વિનીકુમારનો જાહેર આભાર માન્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
