<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

કેશોદના વરિષ્ઠ પત્રકાર કિશોરભાઈ દેવાણીની બીજી પુણ્‍યતિથિઃ તોહીજનો દ્વારા શ્રદ્ધાંજલિ

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૮: કેશોદના પત્રકારત્‍વ ક્ષેત્રે મહત્‍વનું યોગદાન આપનાર અને ‘અકિલા' અખબાર સાથે લાંબા સમય સુધી જોડાયેલા પીઢ પત્રકાર સ્‍વ. કિશોરભાઈ કાનજીભાઈ દેવાણીની આજે તા. ૨૮મી નવેમ્‍બરના રોજ દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિ છે. આ પ્રસંગે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને નગરજનો દ્વારા સદ્દગતને સ્‍મરણ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જીવન પરિચય અને કારકિર્દીઃ સ્‍વ. કિશોરભાઈ દેવાણીનો જન્‍મ ૧૭ એપ્રિલ ૧૯૫૬ના રોજ કેશોદ તાલુકાના પાડોદર ગામે માતા પ્રભાબેન અને પિતા કાનજીભાઈ હરજીભાઈ દેવાણીના ઘરે થયો હતો. બાદમાં તેમણે કેશોદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે પોતાના ૬૭ વર્ષના જીવનકાળ દરમિયાન પાંચ પેઢીનું સાનિધ્‍ય માણ્‍યું હતું. ગત તા. ૨૮-૧૧-૨૦૨૩ના રોજ હૃદયરોગના કારણે તેમનું અવસાન થયું હતું.

વ્‍યવસાયિક ક્ષેત્રે તેઓ છેલ્લા ચાર દાયકાથી ‘અકિલા' અખબાર સાથે સંકળાયેલા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે કેશોદ પંથકના સમાચારો અને લોકપ્રશ્નોને સતત વાચા આપી હતી. પત્રકારત્‍વના માધ્‍યમથી લોકોની સમસ્‍યાઓ ઉકેલવા અને અજાણ્‍યા અરજદારોને પણ નિઃસ્‍વાર્થભાવે મદદરૂપ થવા માટે તેઓ જાણીતા હતા. તેમની તટસ્‍થ અને પ્રામાણિક કાર્યપદ્ધતિને કારણે નગરમાં તેમનો બહોળો ચાહક વર્ગ હતો.

પરિવારજનો દ્વારા ભાવવંદનાઃ આજે તેમની બીજી પુણ્‍યતિથિ નિમિત્તે તેમના ધર્મપત્‍ની ઉષાબેન, પુત્રો હિરેનભાઈ (સુરત) અને કળણાલભાઈ (રાજકોટ), પુત્રવધુઓ દેવલબેન અને જ્‍યોતિબેન, પૌત્ર-પૌત્રીઓ ધનશ્રી, નીર અને ઓમ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ઉપરાંત તેમના લઘુબંધુઓ શશિકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ, ચંપકભાઈ અને સંજયભાઈ (કેશોદ), બહેનો કંચનબેન કાંતિલાલ અડતીયા અને પુષ્‍પાબેન શાંતિલાલ કારીયા સહિતના સ્‍વજનોએ સદ્દગતના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દેવાણી પરિવારના અન્‍ય સભ્‍યો અનુબેન, હીનાબેન, ચંદનબેન, માધવીબેન તેમજ હાર્દિકભાઈ, સાગરભાઈ, માધવ, સુજલ, દ્રષ્ટિ, પૂજાબેન, પ્રિયંકાબેન અને ચાંદનીબેન સહિતના વિશાળ પરિવાર અને તોહીજનોએ સ્‍વ. કિશોરભાઈના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

(11:51 AM IST)