<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અકિલાના અહેવાલની ટનાટન અસરઃ ટંકારા એસબીઆઈનું એટીએમ ખટાખટ ચાલું થયું

બે મહિનાથી પૈસા કાઢવાનું ડબલું ડુલ થયાના અહેવાલ બાદ બેન્‍ક તંત્ર દોડયું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૮: ટંકારામાં એક પણ તંત્ર ઉપર ધણી ધોરી ન હોય પ્રજાને પ્રાથમિક સુવિધા અને હક્ક માટે રિતસર તમામ વિભાગો પાસે બાથભિડી માંગવી પડે છે એટલુ નહી સ્‍થાનિક નેતા તાલુકા જીલ્લાના ચુંટાયેલા સભ્‍યો અને ધારાસભ્‍યો સુધીનાને એ વારંવાર રજુઆત કરી હતી. ટંકારા એસબીઆઇની અણધડ કામ માટે જાણીતી બ્રાંચમાં બે મહિના એટલે કે દિવાળી પહેલા એક માત્ર રહેલુ એટીએમ બંધ થતા ગ્રાહકો નેતાઓ અને ધારાસભ્‍યે પણ રજુઆત કરી ચુકયા પણ અમુક અધિકારીઓના પેટનું પાણી પણ હલ્‍યુ નહી.

 જ્‍યારે આ અંગે અકિલાએ ગ્રાહકોની હાલાકી અંગે અહેવાલ પ્રસિધ્‍ધ કરતા એસબીઆઇ તંત્ર એજીએમ સહિતની વિવિધ ટિમો દોડતી થઈ રાતોરાત કામે વળગી એટીએમ સેવા શરૂ કરાવી હતી.

(1:13 PM IST)