હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રહીજ ગામના યુવકનું વિજશોર્ટ લાગતા મોત
જૂનાગઢના યુવાનનું છાતીના ભાગે મુંઢ ઇજા થતા મળત્યુઃ સરદારગઢના વળધ્ધનો બીમારીથી કંટાળી આપઘાત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮: જૂનાગઢના યુવાનનું છાતીના ભાગે મુંઢ ઇજા થતા તેમજ રહીજ ગામના યુવકનું ઇલેકટ્રીક શોર્ટ લાગતા મોત થવાથી અને સરદારગઢના વળધ્ધએ બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.
જૂનાગઢના આંબેડકરનગરમાં રહેતા ૩૨ વર્ષીય જયદીપભાઇ કેશુભાઈ સોસા નામના યુવકનું મળત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બુધવારે રાત્રે મળતક યુવક જુના જકાતનાકા પાસે રોડ પર પડ્યા હોવાની જાણ થતા તેના ભાઈ ભરતભાઈ સોસા દોડી ગયા હતા અને બેભાન હાલતમાં ભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે યુવકને મળત જાહેર કર્યો હતો.
મળતક જયદીપભાઇનું છાતીના ભાગે ઇજા થતા મળત્યુ નિપજ્યું હોવાના મળતકના ભાઈના નિવેદન આધારે સી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
જ્યારે માણાવદર તાલુકાના સરદારગઢ ગામના અરવિંદભાઇ રત્નાભાઇ પરમાર ઉ.વ. ૬૪ નામના વળધ્ધને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારી હોય જેના કારણે કંટાળી જઇ ઝેરી દવા પી જઇ આત્મહત્યા કરી લેતા પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
માંગરોળ તાલુકાના રહિજ ગામના પાર્થ ગોવીંદભાઇ રામ ઉ.વ. ૨૦ નામનો યુવક કરમ્બી વાડી વિસ્તારમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળવા માટે ઓરડીમાં ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મળત્યુ થતા પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઈ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
