<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વિસાવદરના નાના હડમતીયા ગામે જમાઈનો સસરા પર હૂમલો

છુટાછેડાના મનદુઃખથી ૪ શખ્‍સો તૂટી પડયા, જુનાગઢ સારવારમાં ખસેડાયા

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૨૮, છુટાછેડાના મનદુઃખથી જમાઈએ સસરા પર હુમલો કરતા ઇજા થવાથી સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની મળતી વિગતો અનુસાર વિસાવદર તાલુકાના નાના હડમતીયા ગામના ૪૦ વર્ષીય ઘનશ્‍યામભાઈ ભીમાભાઇ ટોળીયાની દીકરી સાથે ગામના દેવશીભાઈ સોમાભાઈ પડાયાના દીકરા સંતોષે પ્રેમ લગ્ન કર્યા હતા. એક વર્ષ પહેલા તેમની સાથે છૂટાછેડા કરાવી નાખ્‍યા હતા. જેનું મનદુઃખ રાખી બુધવારે સાંજે ઘનશ્‍યામભાઈ તેના ઘરે હતા ત્‍યારે દેવશીભાઈ સોમાભાઈ, સોમાભાઈ વાલાભાઈ ગોળની બહાર બજારમાં આવી ગાળો બોલતા હતા.

જેથી ઘનશ્‍યામભાઈએ ગાળો બોલવાની ના પાડતા દેવશીભાઈએ તેના પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન દેવશીભાઈના બંને દીકરા નીરજ ઉર્ફે ભોલો, સંતોષે આવી નીચે પછાડી ગઈ નિરજે છરી મારી દીધી હતી.

આ બનાવ વખતે આજુબાજુમાંથી માણસો ભેગા થઈ જતા શખ્‍સો નાસી ગયા હતા. ઘનશ્‍યામભાઈને ગંભીર ઇજા થતાં પ્રથમ વિસાવદર બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં રિફર કરાયા હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી

(1:15 PM IST)