હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોટી કુંકાવાવ પાસે અચાનક એસ.ટી. બસનો દરવાજો ખોલતા ખાળિયામાં પડી જતા બાઇક ચાલકનું મોત
સાવરકુંડલા સેનીટેશન સુપરવાઇઝરને ધમકી : રાજુલાના મોબાઇલ શો-રૂમમાં બે લાખની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૮ વડિયાના અમરાપુર ગામથી થોડે આગળ મોટી કુંકાવાવ તરફ તા. ૨૫-૧૧ ના રાજકોટના રાકેશભાઈ ધીરૂભાઈ સોલંકી ઉ.વ.૩૮ તથા મોટી કુંકાવાવના અરૂણભાઈ મનસુખભાઈ સોલંકી ઉ.વ. ૩૪ હોન્ડા સાઈન જી.જે. ૧૪ બી.ઈ. ૧૮૩૯ લઈ આવતા હતા.અને રાકેશભાઈ બાઈક ચલાવતા હોય.અને અરૂણભાઈ તેમની પાછળ બેસેલ હોય.તે દરમ્યાન અમરાપુર ગામથી થોડે આગળ મોટી કુંકાવાવ ગામ તરફ પહોંચતા રોડ ઉપર એસટી બસ જી.જે.૧૮ ઝેડ.૭૨૯૦ ઉભેલ હોય.જે બસ પાસે બાઈક સાથે અરૂણભાઈ તથા રાકેશભાઈ પહોંચતા એસટી બસના ચાલકે તેમની સાઈડનો બસનો દરવાજો અચાનક ખોલતા તે દરવાજો રાકેશભાઈના મોઢાના ભાગે ભટકાવી દેતા રાકેશભાઈ તથા અરૂણભાઈ બાઈક સાથે રોડ ઉપરથી નીચે ખાળીયામાં પડી જતા રાકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નિપજાવી ફરિયાદી અરૂણભાઈને શરીરે મુંઢ ઈજા કરી ગુનો કર્યાની એસટી બસના ચાલક સામે વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગટર સફાઈની
નોકરી વહેંચણી કરતા
સાવરકુંડલા નગરપાલિકા કચેરીમાં સેમીટેશન સુપરવાઈઝરની ફરજ બજાવતા હેમાંશુભાઈ બળવંતરાય ભટ ઉ.વ. ૪૯ પોતાની ફરજમાં હોય તે દરમ્યાન ગટર સફાઈની નોકરી વહેંચણી કરતા હોય.તે દરમ્યાન સાવરકુંડલા મણીનગરમાં રહેતા સોહિલ શેખે હેમાંશુભાઈની ઓફીસમાં આવી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રાજય સેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુનો કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તસ્કરોએ હાથફેરો કર્યો
રાજુલા બસસ્ટેશનની બાજુમાં આવેલ એશ્વર્યભાઈ જેન્તીભાઈ ડાભીના એ.ડી.એન્ટરપ્રાઈઝ નામના સેમસંગ કંપનીના શોરૂમમાં અજાણ્યો શખ્સ આશરે ૩૦ થી ૩૫ વર્ષનો શરીરે ગંજી પહેરેલ અને મોઢા ઉપર માસ્ક બાંધેલ તથા માથામાં રૂમાલ બાંધેલ વ્યક્તિએ શોરૂમના શર્ટરનો હુક તોડી શોરૂમમાં પ્રવેશ કરી અંદર ડીસ્પ્લેમાં રાખેલ અલગ અલગ ડેમો પીસ જેમાં સેમસંગ ગેલેકસી ફોર્ડ -૭ રૂ.૯૬,૨૫૦ તથા સેમસંગ ગેલેકસી એ-૨૬ રૂ.. ૧૩,૩૪૯,સેમસંગ ગેલેક્સી એસ-૨૫, રૂ.. ૪૧, ૨૫૦, સેમસંગ ગેલેકસી એ-૩૬ રૂ.. ૧૮,૧૫૦ તથા સેમસંગ ગેલેકસી એ-૫૬ રૂ.. ૨૩, ૧૦૦ મળી કુલ રૂ..૧,૯૨,૦૯૯ ના મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લાઠીના ચાવંડ પાસે પુરઝડપે ટ્રક ગુન્હો ચલાવતા નોંધાયો
લાઠી તાલુકાના ચાવંડ સ્મશાન પાસે રાજકોટના જગમલ જીણાભાઈ ગરૈયા પોતાનો ઈકોમેક ટ્રક જી.જે.૦૫ બી.ટી.૮૧૯૧ પુરઝડપે અને બેફીકરાઈથી માણસોની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવતા જીલ્લા ટ્રાફીક શાખાના હીરેનભાઈ સોલંકીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીના ખીજડીયા ગામે યુવાન સહિત ત્રણ ઉપર હુમલો રવિ દરબાર નામના શખ્સે ગાળો બોલી મારમાર્યાની ફરિયાદ
અમરેલી તાલુકાના ખીજડીયા ગામે મુળ એમપીના વિજયભાઈ હિંમતભાઈ ભુરીયા ઉ.વ.૧૯ મજુરી કામ પર હાજર હોય.અને આર.સી.સી.નો માલ ભરેલી પીલોરી ખાલી કરાવતો હતો.તે દરમ્યાન રોડ બંધ કરાવેલ.અને બાઈક લઈને આવેલ.રવિ દરબારે વિજયભાઈ તથા તેમના માતા લલીતાબેન તથા સબંધી નાનુ અજનારને ગાલ ઉપર જાપટ મારી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાફરાબાદના વડલી ગામે પ્રૌઢનું
હાર્ટ એટેક આવી જતા મોત
જાફરાબાદ તાલુકાના વડલી ગામે રહેતા હિંમતભાઈ કેશુભાઈ ગોહિલ પોતાની વાડીએ હોય ત્યારે તા. ૨૫-૧૧ ના તેમને હાર્ટ એટેક આવી જતા મોત નિપજયાનું ગંભીરસિંહ હિંમતસિંહ ગોહિલે નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
સાવરકુંડલામાં કપડા દેવા જવાનું કહી પત્નિ ગૂમ
સાવરકુંડલામાં બાજુમાં રહેતા દેવીબેન વિજયભાઈ જોશીના ઘરે લગ્ન હોવાથી તેને પકડા દેવાનું જણાવી પત્નિ ગુમ થયાનું વિરાજભાઈ રાજુભાઈ માટલીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
બાબરાના ગળકોટડી ગામે
પ્રૌઢે ફીનાઈલ પીધું
લાલકા ગામે રહેતા બાબુભાઈ મનજીભાઈ ઓતરાદી ઉ.વ.૪૭ ગળકોટડી ગામે શેખપીપરીયા ગામ જવાના પાટીયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ફીનાઈલ પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયાનું પરષોતમભાઈ મનજીભાઈ ઓતરાદીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
બાબરાના ખંભાળા ગામે સગીરાનું અપહરણ
ખંભાળા ગામે ગામના દિનેશ રાઘવભાઈ ડાભી નામનો શખ્સ સગીરાને સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ ક આપી બદઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લીલીયાના કણકોટ ગામની સીમમાં યુવાન ઉપર હુમલો
કણકોટ ગામની સીમમાં અરવિંદભાઈ પટેલની વાડીમાં મુળ એમપીના હાલ સાવરકુંડલાના હાથસણી ગામે રહેતા લુસરીયાભાઈ કાલીયાભાઈ મેડા ઉ.વ. ૩૪ તથા જગદીશ રેમસીંગભાઈ મેડા મોટા કણકોટ ગામે આવેલ અરવિંદભાઈ પટેલની વાડીએ રહેતા લુસરીયાભાઈના મોટા ભાઈ રૂપસીંગભાઈની સાથે ગયેલ હોય.ત્યારે કણકોટના જેમાલ બલીયાભાઈ માવીએ આવી લુસરીયાભાઈને કહેલ કે તમોએ મારા કુટુંબીભાઈ રાજુભાઈ માવીની સગી સાળીને ભગાડવામાં મદદ કરેલ હોય.તેમ કહી ગાળો બોલી મનદુઃખ રાખી જેમાલે ગાળો બોલી રાજુ રામસીંગ તથા સુબોધ રામસીંગ માવીએ લાકડી વડે માથામાં તથા હાથેપગે મુંઢ ઈજા કરી લીંબા બદીયાભાઈ માવીએ લોખંડની રાપ વડે લુસરીયાભાઈ તથા જગદીશભાઈને માથામાં એક એક ઘા મારી ટાંકાઓ લાવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલી ચિતલ રોડ ઉપર
બે જુથ વચ્ચે મારામારી
અમરેલી ચિતલ રોડ પંચવટી ફાર્મની બાજુમાં રજનીભાઈ દિનેશભાઈ કડેવાળ ઉ.વ. ૨૭ નીપાનની કેબીને અશોક જેઠવા દારૂ પીધેલ હાલતમાં આવી ગાળો બોલી રજનીભાઈના શર્ટનો કાઠલો પકડી બહાર કાઢેલ. અને ત્યારબાદ રજનીભાઈ સામે રોડ ઉપર ગયેલ ત્યારે અશોકે પથ્થર વડે મારમારી ત્યાંથી જતો રહેલ.અને થોડીવારબાદ બપોરના ૧૨ વાગ્યે રજનીભાઈની કેબીને અશોક તથા તેના બે દિકરા રોહિત તથા નલા જેઠવાએ બાઈક ઉપર આવી રજનીભાઈને ઢીકાપાટું વડે ઢોરમાર મારવા લાગેલ.અને શર્ટનો કાઠલો પકડી કેબીનની બહાર કાઢી અશોકે પકડી રાખી રોહિત અને નલાએ ઢીકાપાટું વડે મારમારી રોહિતે ધમકી આપી કહેલ કે તું હવે દુકાન ખોલી લેજે.તું કેમ દુકાન ખોલે છે તે હું જોઈ લઈશ.તારે જયાં પોલીસ કેસ કરવો હોય ત્યાં કરી દેજે.મને કોઈ ફેર નહી પડે. તેમ કહી મારમારી વાસાના ભાગે, કાનમાં તથા પેટના ભાગે મુંઢ ઈજા કરી ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે અશોકભાઈ શંભુભાઈ જેઠવા ઉ.વ.૫૯ રહે.અમરેલી બક્ષીપુર ભુતીયાને રજની દિનેશભાઈ કડેવાળ તા. ૨૬-૧૧ ના ૧૨ વાગ્યે ચિતલ રોડ પંચવટી ફાર્મ પાસે તેમની પાનની કેબીને હોય.ત્યારે રજનીને નજુભાઈ વાળાનો નંબર કાઢવાનું કહેતા ઉશ્કેરાઈ ગાળો બોલી તે દરમ્યાન તેમના પિતા દિનેશભાઈ તથા અજયભાઈ ગૌસ્વામીએ પણ અશોકભાઈને ગાળો બોલી ત્રણેય શખ્સોએ ઢીકાપાટું વડે મુંઢમાર મારી રજનીએ અશોકભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
