હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરના ભીમા ખુંટીની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઓરીસ્સા જવા રવાના
આવતીકાલથી શરૂ થનાર વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પરફોમન્સ બતાવવા ગુજરાતની ટીમ સજ્જ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: પોરબંદરના વ્હીલ ચેર ક્રિકેટર ભીમા ખુંટીની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની વ્હીલ ચેર ક્રિકેટ ટીમ ઓરીસ્સામાં નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રવાના થઈ છે.
આવતીકાલ તા.૨૯ નવેમ્બર થી ૩ ડિસેમ્બર સુધી ઓરિસ્સાના ભુનેશ્વર ખાતે ૬ રાજ્યો વચ્ચે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ઓરિસ્સા, ગુજરાત, ગોવા, છત્તીશગઢ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ સહિત છ રાજ્યો ભાગ લેશે.
ગુજરાત વ્હીલ ચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે સારુ પરફોર્મન્સ કર્યુ હતું કે મુંબઈ ખાતે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે સારુ પરફોર્મન્સ કરશે એવી આશા છે. ગુજરાતનું ગૌરવ વધારવા માટે કોઇ કચાશ છોડશું નશીં
વ્હીલચેર ક્રિકેટની ગુજરાતની ટીમમાં ભીમાં ખુંટી (કેપ્ટન), રમેશ ખરાડી (વાઇસ કેપ્ટન), હિતેશ ડામોર, નિલેશ સોલંકી, વિષ્ણુ રાવલ, મેરુ મીર, સંજય મકવાણા, પોપટ ઠાકોર, અનવર સયેશા, સુભાષ ધોબી, ગોપાલ ભરવાડ, અભેસિંહ રાવલ, આશિક પઠાણનો સમાવેશ કરાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
