<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

પડધરીના ગઢડાની પ્રાથમિક શાળામાં પ્રદર્શનઃ બાળ વૈજ્ઞાનિકોનું કોશલ્ય

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલઍ વિદ્યાર્થીઓને બિરદાવ્યા

પડધરી પાસેની ગઢડા સરકારી પ્રાથમિક શાળાના બાકળમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ નાયબ શિક્ષણાધિકારી શ્રી અશોક વાણવી, તાલુકા વિકાસ અધિકારી ગોતમ ભીમાણી વગેરેઍ બાળકોનું સન્માન કયુ હતું 


રાજકોટ, તા.૨૮ઃ જી.સી. ઈ.આર.ટી - ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન  રાજકોટ માર્ગદર્શિત બીઆરસી પડધરી આયોજિત તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫ શ્રી ગઢડા પ્રાથમિક શાળા ખાતે તા.  યોજાયેલ. જેમાં તાલુકાના ૯ ક્લસ્ટરમાંથી પસંદગી પામેલ કુલ ૨૭ જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ. 
ચાલુ વર્ષે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ  (લ્વ્ચ્પ્) થીમ આધારિત જુદા જુદા ૫ વિભાગોમાં  ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના વિકલ્પો, ગ્રીન ઍનર્જી, વિકસિત નવીન ટેક્નોલોજી, આરોગ્ય અને સ્વછતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, ગણિતને ગમતું કરતા મોડલ તેમજ વર્તમાન સમસ્યાઓ માટે નિરાકરણ કરતા વિવિધ મોડલો શાળાના માર્ગદર્શક શિક્ષકોના પ્રયત્નો અને મદદ થકી વિધાર્થીઓ દ્વારા ખૂબ સુંદર રીતે બનાવી અને અહીં પ્રદર્શિત કરેલ. આ પ્રદર્શનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દીક્ષિત પટેલ  નાયબ શિક્ષણાધિકારી  અશોકભાઈ વાણવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગૌતમ ભીમાણી  કેળવણી નિરીક્ષક તેમજ પદાધિકારીઓઍ મુલાકાત લઈ કૃતિઓ નિહાળી, બાળકોને પ્રોત્સાહિત કરેલ. 
 કાર્યક્રમ સફળ બનાવવા We The Team સમગ્ર શિક્ષા પરિવાર પડધરીના તમામ સીઆરસી, બીઆરપી, બ્લોક સ્ટાફ મિત્રોઍ બીઆરસી કો. ઓર્ડીનેટર   પૂજાબેન પૈજાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી, તેમજ શાળા કક્ષાઍ આચાર્યશ્રી ધર્મેશભાઈ દવે તેમજ શિક્ષક પરિવાર ઉપરાંત  શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)  ના સભ્યો, સરપંચશ્રી રાણાભાઇ તેમજ અન્ય અગ્રણીઍ સહયોગ આપ્યો હતો.
 પડધરી તાપ્રા. શિ. સંઘ, શૈક્ષણિક મહાસભા, ઉત્કર્ષ મંડળ, શિક્ષક શરાફી મંડળી તેમજ અન્ય દાતાઓ દ્વારા શાળા તેમજ બાળકોને શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ, ઉપરાંત પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.  આ પ્રદર્શન બાદ પસંદગી પામેલ કૃતિઓ જિલ્લા કક્ષાઍ ભાગ લેશે. ભૂતકાળમાં પડધરી તાલુકાની કૃતિઓ, રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાઍ પસંદગી પામેલ છે.

 

(1:20 PM IST)