હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર ભાજપના યુવા અગ્રણી હર્ષ રૂધાણીના લગ્નપ્રસંગે નરેન્દ્રભાઇ
મોદી, મનસુખભાઇ તથા ભુપેન્દ્રભાઇએ શુભેચ્છા પાઠવી નરેન્દ્રભાઇ મોદીએ શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે લગ્ન એવો પ્રસંગ જયાં સ્નેહ મૈત્રી અને ઉષ્માસભર સંબંધોનો સરવાળો આપણા ચાર આશ્રમો પૈકીનો ગૃહસ્થ આશ્રમ એ કેવળ જીવનનો તબક્કો નથી પરંતુ આપણી સંસ્કૃતિનો આધારસ્તંભઃ ભુપેન્દ્રભાઇનો શુભેચ્છા સંદેશ ગૃહસ્થી જીવનની તથા સહજીવનની મંગલ શરૂઆત કુટુંબીજનો માટે અનેરા આનંદનો પ્રસંગઃ મનસુખભાઇનો શુભેચ્છા સંદેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: જિલ્લા ભાજપ ના સહ કન્વીનર અને સેવાભાવી હર્ષ રૂઘાણીના લગ્ન પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવીહતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું છે કે, સ્નેહી મમતાબેન તથા ધર્મેન્દ્રભાઇ, ચિ. હર્ષ સહ ચિ.પાયલના લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આપનું આમંત્રણ મળ્યું, આભાર. લગ્ન એવો પ્રસંગ છે જ્યાં તોહ, મૈત્રી અને ઉષ્માસભર સંબંધનો સરવાળો થાય છે. આ પવિત્ર અવસરે નવદંપતીને સુખી અને સમળધ્ધ લગ્નજીવનની શુભેચ્છા અને અઢળક આશીર્વાદ.
કેન્દ્રીયમંત્રીશ્રી અને પોરબંદરના સાંસદશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, આપને ત્યાં લગ્ન પ્રસંગ અંગેનું નિમંત્રણ મળ્યું છે, ખૂશી અનુભવું છું, પ્રભુતામાં પગલા પાડનાર યુગલ ગળહસ્થી જીવનની તથા સહ જીવનની મંગલ શરૂઆત કરી રહ્યું છે જે કુટુંબીજનો માટે અનેરા આનંદનો પ્રસંગ છે. નવદંપતિ ને તેમના સફળ લગ્ન જીવનની અંતકરણ પૂર્વકની શુભેચ્છાઓ સ્વીકારશો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ચિ. હર્ષના ચિ. પાયલ સાથે નિર્ધારિત મંગલ પરિણય પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ભાવભર્યુ નિમંત્રણ મળ્યું, આભાર. નવદંપતીને હૃદયપૂર્વક અભિનંદન. આપણા ચાર આશ્રમો પૈકીનો ગળહસ્થ આશ્રમ એ કેવળ જીવનનો તબક્કો નથી પરંતુ આપણી સંસ્કળતિનો આધારસ્તંભ છે. આ આશ્રમની સફળતા પરસ્પર સંવાદિતા, ત્યાગ અને સમન્વય પર નિર્ભર છે. આ શુભ ઘડીએ, હું આશા રાખું છું કે નવદંપતીના સંકલ્પ, હૃદય અને મન એક સમાન થાય, જેથી તેઓનું જીવન સંવાદિતાપૂર્ણ બની રહે તેમજ પરમ કળપાળુ નવયુગલના જીવનમાં એકરૂપતાનો સંચાર કરે, તથા આત્મિક સંવાદિતા અને નિરંતર સુમેળ દ્વારા સદાય સાર્થકતા પ્રાપ્ત કરે તેવા શુભાશિષ.
શુભેચ્છા સંદેશાઓ બદલ રૂઘાણી પરિવાર દ્વારા વડાપ્રધાનશ્રી, કેન્દ્રીયમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
