હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલના વેપારી અલ્પાબેન શાહ સાથે રૂા. પ.૪પ લાખની ઠગાઇ
તેલના ૩૦૦ ડબ્બા મંગાવ્યા બાદ થોડા રૂપિયા ચુકવ્યા બાદ બે શખ્સો ફરાર થઇ ગયાઃ ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૮ : ગોંડલના મહિલા વેપારી પાસેથી ૩૦૦ તેલના ડબ્બા મંગાવી કડીની બેલડી ભૂગર્ભમાં ઉતરી જતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ભોજપરામાં તેલની મિલ ચલાવતાં મહિલાને બેલડીએ શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી બાદમાં રૂ.૬.૪૫ લાખનું તેલ મંગાવી ફોન સ્વીચઓફ કરી નાંખ્યા હતાં. ૧ લાખ પરત કરી રૂ.૫.૪૫ લાખ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. ગોંડલમાં નાગડકા રોડ પર આઈટીઆઈ પાછળ રાજહંસ સોસાયટીમાં રહેતાં અલ્પાબેન દિપકકુમાર શાહ (ઉ.વ.૪૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજેશ અમળત પટેલ અને જીગ્નેશ રજની પટેલ (રહે. કરશનપુરા, કડી) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ભોજપરા ગામ અવધ એક્ષટેસમાં મમતા ઇન્ડસ્ટ્રીઝના નામે મીલ ચલાવી ખાધ્યતેલનું વેચાણ કરે છે. આઠેક મહીના પહેલા આરોપી રાજેશ પટેલનો ફોન આવેલ કે, હું રાંદલકળપા ટ્રેડીંગના નામની પેઢી કડી માર્કેટીંગ યાર્ડની બાજુમાં, શ્રીરામ શોપીંગ સેન્ટ૨ ખાતે ચલાવું છું અને જીગ્નેશભાઇ પટેલ મારા પાર્ટનર છે, અને તે બેંકીંગ કામગીરી કરે છે. ખાધ્ય તેલનો વેપાર કરીએ છીએ. મારે જ્યારે ખાધ્ય તેલની જરૂરીયાત રહેશે ત્યારે હું તમારી પાસેથી ખાધ્ય તેલ મંગાવીશ. જેથી તેમને કહેલ કે, હું તમારા કહ્યા મુજબ ખાધ્યતેલનો જથ્થો મોકલાવી આપીશ. બાદ ગઇ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રાજેશ પટેલે ખાધ્ય તેલના ડબ્બા મંગાવેલ હતા. જેના બીલના રૂપિયા તેમણે સમયસર મોકલાવી આપ્યા હતાં. બાદ તા. ૧૦/૦૫ ના અને ત્યાર બાદ તા.૨૯/૦૫ ના તેલના ડબ્બા મંગાવેલ હતા. જેમનું પેમેન્ટ પણ સમયસર કરી આપ્યું હતું. જે બાદ તા.૧૫/૦૬ ના ફોન કરી ૧૫૦ તેલના ડબ્બા મોકલવા કહેલ, જેથી બીજા દિવસે તા. ૧૬/૦૬ ના ૧૫૦ ખાધ્ય તેલના ડબ્બા ટ્રાન્સપોર્ટની ગાડીમાં મોકલેલ હતા. જેના રૂ.૩,૧૯,૯૮૮ થયા હતાં. ફરીયાદીએ રાજેશને ફોન કરી તેલના ડબ્બાના બીલના રૂપિયા મોકલાવવા કહેતાં તો તેમણે કહેલ કે, હું તમારા બીલના રૂપિયા બે દિવસમાં મોકલાવી આપીશ. બે દિવસ બાદ તેના પાર્ટનર જીગ્નેશ પટેલને ફોન કરી બીલના રૂપિયા નાખવાનું કહેતાં તો તેમણે બે-ચાર દિવસમાં મોકલાવી આપવાનું કહેલ. તેમજ જીજ્ઞેશએ ફરી ૧૫૦ તેલના ડબ્બા મોકલવા કહેલ, જેથી અગાઉ બીલના કરેલ પેમેન્ટના વિશ્વાસે ફરીયાદીએ આરોપીના કહ્યા મુજબ ફરી ૧૫૦ તેલના ડબ્બા ક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ગાડીમાં મોકલેલ અને તેનું બિલ રૂ.૩,૨૫, ૭૧૦ થયેલ હતું. જેથી બંને શખ્સો પાસેથી ૩૦૦ ખાધ્ય તેલના ડબ્બાના રૂા.૬,૪૫, ૬૯૮ લેવાના થતા હોય જેથી તેઓને ફોન કરી અવાર-નવાર રૂપિયા નાખવાનું કહેતાં તા.૨૫/૦૬ ના રૂ.૧ લાખ પેઢીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતાં. તેમજ બાકીના રૂ.૫,૪૫, ૬૯૮ બાબતે વાત કરતાં તેઓ કહેતાં કે, જી.એસ.ટી.ની રેઈડ પડેલ છે અને મારૂ લેપટો૫ તેમની પાસે છે, બેંક એકાઉન્ટ બંધ કરી દિધેલ છે. મારી દુકાન પણ બંધ છે. તેમ અવાર-નવાર જુદા જુદા બહાના બતાવતા હોય જેથી થોડા દિવસ બાદ રાજેશને ફોન કરેલ તો તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો અને પાર્ટનર જીજ્ઞેશને ફોન કરેલ તો તેમણે કહેલ કે, હું બહાર છું, ઘરે જઈ તમારૂ પેમેન્ટ મોકલી આપીશ. બાદ તેમને અવાર-નવાર ફોન કરેલ પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. કડી, મહેસાણાના બીજા વેપારીને ફોન કરેલ તો તેમણે કહેલ કે, તેમની પાર્ટી ઉઠી ગયેલ છે અને તે ધંધો બંધ કરી કયાંક જતા રહેલ છે. તેમજ બીજા મિલ વાળા સાથે પણ આવો બનાવ બનેલ છે. બંને આરોપી સામે સુરેન્દ્રનગર બી.ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ પણ થઇ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
