<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

કોટડાસાંગાણીના અરડોઈ ગામે બોગસ સાટાખત ઉભું કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ

ભાઇના દિકરાએ કરી કરામતઃ પુત્રની માતાએ લેખીત ફરિયાદ આપી

ગોંડલ તા.૨૭: કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે રહેતા અને માનસિક રીતે અસ્‍વસ્‍થ હોય અલ્‍પેશભાઈના માતાએ વડીલોપાર્જિત જમીનનું ભાઈનાં દિકરાએ બોગસ સાટાખત ઉભું કરી જમીન વેચવાની પેરવી કરતા વારસદાર તરીકેની નોટીસ મળતાં ષડયંત્ર થયાનું પ્રકાશમાં આવ્‍યું હતું જે અંગેની લેખીત ફરિયાદ કોટડા સાંગાણી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં અને એસ.પી.કચેરી રાજકોટ ખાતે આપતાં તપાસના આદેશો આપ્‍યા હતાં

કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે રહેતા અને ખેતી કરતાં અલ્‍પેશભાઈ પ્રવિણભાઈ વિરોજાના માતા કાન્‍તાબેન વિરોજાએ પુત્રની વડીલોપાર્જિત જમીનનું બોગસ સાટાખત તેમનાં ભાઈનાં દિકરાએ તથા અન્‍ય લોકોએ કરાવી વેચાણ કરવાની પેરવી કરતા તેમનાં એડવોકેટે દસ્‍તાવેજ કરાવાની નોટીસ આપતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્‍યું હતું જે અંગેની લેખીત ફરિયાદ કોટડા સાંગાણી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આપી અને એસ.પી. કચેરીએ રૂબરૂ રજૂઆત કરતાં તપાસના આદેશો આપ્‍યા હતાં કાન્‍તાબેન પ્રવિણભાઈ વિરોજાએ લેખીત ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારો પુત્ર અલ્‍પેશ ઘણાં સમયથી માનસિક રીતે અસ્‍વસ્‍થ અને અપરણિત છે સ્‍પષ્ટ બોલી શકે તેમજ સમજી શકે તેમ ન હોય મારા પુત્રની વડીલોપાર્જિત જમીન અરડોઈ ખાતા નં ૧૯૭૧ થી આવેલ છે રે.સર્વે. નં. ૪૧ જુનો સર્વે નં ૪૫૫/૩ ની જમીન હે.૧-૪૬-૭૧-તથા રે.સર્વે. નં. ૪૨ જુનો સર્વે નં ૪૫૫/૪ જમીન હે. ૧-૧૫-૩૫ કુલ વિધા ૧૬ વાળી ખેતીની જમીન સ્‍વતંત્ર માલીકીની અને કબ્‍જા ભોગવટાની છે મારા ભાઈનો પુત્ર અંકિત શૈલેષભાઈ ભાલોડી રહે ગોંડલ તાલુકાના ગોમટા ગામે તથા પરસોત્તમભાઈ મૈયાભાઈ અકબરી રહે .ટોડા તાલુકો કાલાવડ જીલ્લો જામનગર વાળા જેઓને અમે ઓળખતાં પણ નથી તેઓની સામે બી.એન.એસ.૩૧૬(૨) તથા ૩૧૮(૨) તેમજ એકબીજાને મદદગારી કરનાર અન્‍ય લોકો વિરૂધ્‍ધ કોટડા સાંગાણી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરિયાદ આપી રાજકોટ એસ.પી. કચેરીએ રૂબરૂ મળી રજૂઆત કરતાં તપાસના આદેશો આપ્‍યા હતાં

 ફરિયાદમાં વધુ જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત બન્ને જણા સાથે મળીને અરડોઈ ગામે આવેલ ખાતા નં ૧૯૭૧ વાળી જમીનનું બોગસ સાટાખત એકબીજાને મદદગારી કરી ઉભું કરેલ છે મારો પુત્ર અલ્‍પેશે કોઈપણ જાતનો સોદો નક્કી કરેલ નથી ખેતીની જમીન મારા પુત્રએ રૂપિયા ૧૪ લાખમાં વેચાણ કરેલ નથી કે સુથી પેટે રૂપિયા ૫૦ હજાર પણ લીધેલા નથી ગત.તા. ૨૩/૪/૨૦૨૫ ના રોજ નોટરીથી રૂબરૂ સાટાખત કરાવી લીધેલ છે જે પણ જાણ નથી પાંચ વર્ષ પહેલાં મારા પુત્રના થયેલા એક્‍સીડન્‍ટના કારણે માનસિક અસ્‍વસ્‍થ હોય ષડયંત્ર રચી વિશ્વાસમાં લઈ રાજકોટ ખાતે યેનકેન પ્રકારે સહી કરાવી લીધેલ હોય પણ અમારા ધ્‍યાનમાં નથી અને અસ્‍વસ્‍થના કારણે તેઓનાં ગાર્ડીયન તરીકે નામદાર કોર્ટનો હુકમ મેળવ્‍યાં બાદજ સાટાખત કરી શકાય પરંતુ આવી કોઈ પ્રોસીઝરી કર્યા વિના જમીનનાં બોગસ ડોકયુમેન્‍ટ ઉભા કરી ષડયંત્ર રચ્‍યું હોવાનું જણાઈ આવે છે વડીલોપાર્જિત જમીન એક ચો.મી.પણ વેચાણ કરવા માંગતા નથી જ્‍યારે હાલ બજાર ભાવ એક વિધાના રૂપિયા ૪૦ લાખ છે કુલ ૧૬ વિધા જમીનના ૬.૪૦ લાખ જેવી માતબર રકમ થાય પરંતુ ષડયંત્ર રચનાર દ્વારા  છળકપટથી ૧૪ લાખનું સાટાખત લખાણ કરાવી છેતરપિંડી કરી છે આ પ્રકરણમાં તેઓનાં એડવોકેટે ગત તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ અમોને ખેતીની જમીનનો દસ્‍તાવેજ કરી આપવા નોટીસ મળતાં સમગ્ર પ્રકરણ અમારી જાણમાં આવતાં વળતી નોટીસ પાઠવી જવાબ પણ આપ્‍યો છે કોટડા સાંગાણી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરિયાદ આપી રાજકોટ એસ.પી. કચેરીએ રૂબરૂ મળીને રજૂઆત કરતાં તપાસના આદેશો આપ્‍યા હતાં.

(2:21 PM IST)