હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના ઝરપરા ગામે વૃદ્ધ દંપતીના ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પતિએ પત્નીની હત્યા કરી જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સમગ્ર પંથકમાં અરેરાટી, પતિ પત્ની વચ્ચેના ગૃહ ક્લેશ માં આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસ માં જણાવતા મુન્દ્રા પી આઈ રાકેશ ઠુંમ્મર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : કચ્છના મુન્દ્રા તાલુકામાં ઝરપરા ગામના લૈયારી વાડી વિસ્તાર માં રહેતા પતિ એ આજે મધ્ય રાત્રી ના કોઈ પણ સમયે પત્ની ને કોઈ તીક્ષણ હથિયાર ના છ ઘા મારી કરુણ હત્યા નીપજાવી હતી. બાદ એ હતભાગી વૃદ્ધ પતિ એ જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મુન્દ્રા પંથક માં અરેરાટી વ્યાપી છે. આ બનાવ ની મળતી વધુ વિગતો મુજબ મુન્દ્રા તાલુકા ના ઝરપરા ગામ થી દૂર આવેલ લૈયારી વાડી વિસ્તાર માં આજે સવારે સાડા ચાર વાગ્યાં પહેલા કોઈ પણ સમયે વૃદ્ધ પતિ સવરાજ સેડા ઉંમર ૬૮ એ પોતાની પત્ની હીરબાઇ સવરાજ સેડા ઉંમર ૬૪ ને શરીર ના ભાગે તીક્ષણ હથિયાર ના ૬ ઘા મારી કરુણ હત્યા નીપજાવી હતી..
બાદ માં બનાવ બાદ આ વૃદ્ધ સવરાજ સેડા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને નાગમતી નદી ના પૂર્વ કિનારે પોતાની શાલ થી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગૃહ ક્લેશમાં પતિ પત્ની બંનેના મોતના કરુણ બનાવથી લેતા પંથક માં સનસનાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ રાકેશ ઠુંમ્મર એ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ગૃહ ક્લેશ હોવાથી પ્રાથમિક તપાસ માં વિગતો જાણવા મળી છે તેમજ મૃત્યુ પામેલા હતભાગી દંપતી ના બે પુત્રો છે. એક પુત્ર ખેતીવાડી કરે છે અને બીજો પુત્ર ખાનગી કંપની માં સિક્યુરિટી માં નોકરી કરે છે..
આ બનાવ બાદ ઝીરો પોઇન્ટ પોલીસ ચોકી ના ઇન્ચાર્જ ઇન્ચાર્જ જમાદાર જયેન્દ્ર સિંહ ઝાલા મુન્દ્રા જનરલ હોસ્પીટલ પહોંચી આવ્યા હતા અને જનરલ હોસ્પીટલ ના મુખ્ય તબીબ ડો મંથન ફફલ એ પી એમ સહીત ની કાર્યવાહી કરી હતી..
આ બનાવ બનતા હતભાગી દંપતી ના મૃતદેહ મુન્દ્રા જનરલ હોસ્પીટલ લઈ આવવામાં આવ્યા હતા.
આ બનાવ બનતા મુન્દ્રા જનરલ હોસ્પીટલ માં ઝરપરા ગામના નારાણ ગઢવી, કરસન ગઢવી, નારાણ થારુ સેડા, ધનરાજ કરસન ગઢવી, સામરા ધના ગઢવી, ભીમશી સેડા, ભરત સેડા પહોંચી આવ્યા હતા. આગળ ની તપાસ મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ રાકેશ ઠુંમ્મર ચલાવી રહ્યા છે. આજે પતિ પત્ની ના મૃત્યુ ના સમાચાર થી મુન્દ્રા તાલુકા માં અરેરાટી વ્યાપી હતી. (તસવીરો: રાજ સંઘવી, મુન્દ્રા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
