<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

પાલીતાણામાં પોલીસ સ્‍ટેશનમાં પુછપરછ માટે લવાયેલ આધેડનો આપઘાત

ટોયલેટમાં જઇને ઝેરી દવા ગટગટાવી લીધી

ભાવનગર તા. ર૮ :.. ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં તપાસ સંદર્ભે લાવવામાં આવેલા વ્‍યક્‍તિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરી છે. જે દરમિયાન પોલીસ સ્‍ટેશનમાં ટોયલેટમાં જઈને અનાજમાં નાખવાની ટિકડીયો ગટગટાવી લેતા યોગેશ ભાઈ પોલીસ સ્‍ટેશનમાં ઢળી પડ્‍યા હતા.

મળતી માહિતી મુજબ, જૈન સમાજના યોગેશભાઈ નામના આ વ્‍યક્‍તિને પાલીતાણા ટાઉન પોલીસ ગઈકાલે તપાસના સંદર્ભે પોલીસ સ્‍ટેશન ખાતે લાવી હતી.

આ દરમિયાન, યોગેશભાઈ જીકી પોલીસ સ્‍ટેશનના ટોયલેટમાં ગયા અને ત્‍યાં તેમણે અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ગટગટાવી લીધી હતી, જેના કારણે તેઓ પોલીસ સ્‍ટેશનમાં જ ઢળી પડ્‍યા હતા.

યોગેશભાઈની તબિયત લથડતાં પોલીસે તેમને તાત્‍કાલિક પાલીતાણાની સરકારી હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા. જોકે, તબિયત વધુ ગંભીર બનતા તેમને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા, જ્‍યાં સારવાર દરમિયાન આજે તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

બનાવની ગંભીરતાને જોતાં મળતદેહને પોસ્‍ટમોર્ટમ (પીએમ) માટે ભાવનગર હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યો છે અને હાલમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્‍ટેશનના પી.આઇ. પણ ભાવનગર પહોંચ્‍યા છે. આ સમગ્ર મામલે ઉચ્‍ચ સ્‍તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:52 PM IST)